Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

0
150

ફ્યૂચર રિટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડીલ પર સ્ટે Amazon vs Reliance

નવી દિલ્હી: અમેઝોન (Amazon)એ રિલાયન્સ-ફ્યૂચર ડીલ મામલે ફ્યૂચર ગ્રુપ સામે સિંગાપોર ઇન્ટનેશનલ આર્બિટ્રાજ સેન્ટરમાં કેસ દાખલ કર્યો છે. હવે 25 ઓક્ટોબરે સિંગાપોરની કોર્ટનો વચગાળાનો આદેશ અમેઝોનના પક્ષમાં આવ્યો છે. કોર્ટના આદેશ મુજબ ફ્યૂચર રિટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડીલ પર સ્ટે લાગ્યો છે. USની ઈ-કોમર્સ કંપની અમેઝોને તેના ભારત સ્થિત પાર્ટનર ફ્યૂચર ગ્રુપને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં કાયદાકીય નોટિસ મોકલી હતી અને આરોપ લગાવ્યો હતો કે ફ્યૂચર ગ્રુપ (Future Group)એ રિલાયન્સ સાથે ડીલ કરી શરતોનું ઉલ્લંઘન કર્યું છે. Amazon vs Reliance

હવે સવાલ એ છે કે આ કેસ ક્યા અટક્યો છે. અમેઝોનને રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપ ડીલથી શું સમસ્યા છે?, રિલાયન્સ રિટેલની આગળની શું યોજના છે?

મુકેશ અંબાણીની RIL અને કિશોર બિયાનીના ફ્યૂચર ગ્રુપ વચ્ચે શું ડીલ થઇ હતી?

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબ્સિડિયરી રિલાયન્સ રિટેલ અને કિશોર બિયાનીના નેતૃત્વવાળા ફ્યૂચર ગ્રુપ વચ્ચે 27,513 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી. આ ડીલ હેઠળ ફ્યૂચર ગ્રુપે તેના બધા રિટેલ વેપાર, હોલસેલ વેપાર, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ રિલાયન્સને વેચવાની મંજૂરી આપી હતી. આ ડીલમાં ફ્યૂચર રિટેલ સુપર માર્કેટ ચેન બિગ બજાર, ફૂડ સપ્લાઈ યૂનિટ ફૂડહોલ, ફેશન એન્ડ ક્લોથ્સ રિટેલ ફેક્ટરી રિટેલ રિલાયન્સને વેચવાની જાહેરાત કરી હતી. Amazon vs Reliance

આ પણ વાંચો: સાવધાનઃ મોટી ભવિષ્યવાણી, ફેબ્રુ.માં INDIA CHINA PAK WAR થઇ શકે

ફ્યૂચર ગ્રુપને આ ડીલ કરવાની કેમ જરૂર પડી?

ફ્યૂચર ગ્રુપ તેના દેવાદારોના કારણે ભારે દબાણમાં હતું. ફ્યૂચર ગ્રુપ ઇચ્છતું હતુ કે કોઇ પણ રીતે તેનું દેવું ઓછું થાય. આ ડીલથી ફ્યૂચર ગ્રુપને ઘણી આશા હતી કે તેના દેવાની ચુકવણી થઇ જશે. ઓગસ્ટમાં થનારી રિલાયન્સ-ફ્યૂચર ડીલ પહેલા કિશોર બિયાની કેટલીક કંપનીઓમાં શેર વેચવાને પ્રયાસ કરી રહ્યી હતા જેથી તેમનું દેવું ઓછું થઇ શકે. પરંતુ બિયાનીને તેમાં વધુ સફળતા ના મળી શકી. Amazon vs Reliance

કોરોના વાઇરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે માર્ચ મહિનામાં લાદવામાં આવેલા લોકડાઉન પછીથી ફ્યૂચર રિટેલ પર દબાણ વધતું રહ્યું. ફ્યૂચર ગ્રુપના અનેક સ્ટોર્સમાં વેચાણ બંધ થઇ ગયુ અને કંપની સંકટમાં ફસાઇ ગઇ. Amazon vs Reliance

આ પણ વાંચો: કોરોનાની અસર: 3000 વાહનોનું વેચાણ, સંક્રમણથી બચવા ફૉર-વ્હીલર વધારે વેચાઈ

અમેઝોનને રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપ ડીલથી શું સમસ્યા છે?

ગત વર્ષે કિશોર બિયાનીના ફ્યૂચર રિટેલે ઈ-કોમર્સમાં વિશ્વભરમાં પ્રખ્યાત કંપની અમેઝોન સાથે એક ડીલ કરી હતી. આ ડીલ મુજબ અમેઝોને ફ્યૂચર રિટેલની પ્રમોટર કંપની ફ્યૂચર કૂપન્સમાં 49 ટકા ભાગેદારી ખરીદી હતી. અમેઝોન અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે આ ડીલ લગભગ 2000 કરોડ રૂપિયામાં થઇ હતી. આ ડીલ હેઠળ એ પણ નક્કી થયુ હતુ કે ફ્યૂચર રિટેલ તેના પ્રોડક્ટ અમેઝોનના ઓનલાઇન માર્કેટ પ્લેસ પર વેચી શકશે. Amazon vs Reliance

શેર હોલ્ડર એગ્રીમેન્ટ હેઠળ અમેઝોનને કોલ ઓપ્શન આપ્યું હતુ જેમાં કંપની પાસે વિકલ્પ હતો કે તે ફ્યૂચર રિટેલની પ્રમોટર શેરહોલ્ડિંગ સંપૂર્ણ અથવા તો તેનો કેટલોક ભાગ ખરીદી શકતી હતી. આ ત્રીજા અને 10મા વર્ષ વચ્ચે કરી શક્ય હતુ.

એમેઝોનનો શું દાવો હતો?

એમેઝોનનું માનવું છે કે રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી ડીલથી એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચેની ડીલની શરતોનું ઉલ્લંઘન થયું છે. કંપનીનું માનવું છે કે રિલાયન્સ સાથે ડીલ કરતા પહેલા એમેઝોનને જાણ કરવાની જરુર હતી.