ન્યૂયોર્ક: મંદીના માહોલમાં સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોન (Amazon)ને આદેશ જાહેર કર્યો છે. જેને કારણે કંપનીમાં કામ કરતા લોકોની ચિંતા વધી ગઇ છે. અમેઝોન આ વર્ષે 2023ના પ્રથમ મહિનામાં છટણી કરવા જઇ રહી છે. કંપનીએ 18 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. Layoffની આ પ્રક્રિયા 18 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહી છે.
Advertisement
Advertisement
18 જાન્યુારીથી શરૂ થશે છટણી
વિશ્વભરની અર્થવ્યવસ્થા પર મંદી વધતા ખતરા વચ્ચે છટણીનો સિલસિલો લાંબા સમયથી ચાલુ છે. હવે ઇ-કોમર્સ કંપની એમેઝોને હજારો કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરવાની તૈયારી કરી લીધી છે. 18 જાન્યુઆરી 2023થી શરૂ થવા જઇ રહેલી આ છટણીનો આદેશ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એંડી જેસીએ એક સાર્વજનિક સ્ટાફ નોટ જાહેર કરીને સંભળાવ્યો છે. તે બાદ કર્મચારી આ ચિંતામાં છે કે ક્યાક તેમનું નામ તો યાદીમાં નથી.
આ વિભાગમાં સૌથી વધુ અસર થશે
ઓનલાઇન રિટેલર Amazonએ કહ્યુ કે તે 18,000થી વધારે કર્મચારીઓની છટણી કરી શકે છે. સીઇઓ એંડી જેસીની શેર કરવામાં આવેલી નોટ અનુસાર, આ મોટી છટણીની સૌથી વધુ અસર કંપનીના ઇ-કોમર્સ અને HR સેક્શનમાં કામ કરી રહેલા કર્મચારીઓ પર પડશે.
18 જાન્યુઆરીથી કંપની દ્વારા પ્રભાવિત કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવશે. જેસીએ નોટમાં તેનું કારણ જણાવતા કહ્યુ કે અનિશ્ચિત અર્થવ્યવસ્થાને જોતા આ કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે અમે ગત કેટલાક વર્ષમાં ઝડપથી લોકોને કામ પર રાખ્યા છે.
છ ટકા વર્ક ફોર્સ પર કાપ
કંપનીમાં 18,000 લોકોની છટણીને કૉર્પોરેટ વર્ક ફૉર્સના હિસાબથી જોઇએ તો આ છ ટકા થાય છે. એમેઝોનમાં આ વર્ક ફૉર્સની સંખ્યા ત્રણ લાખ છે. Amazonએ આ છટણીના નિર્ણય માટે વધતી મોંઘવારી અને ખર્ચમાં વધારાને જવાબદાર ઠેરવી છે.
જોકે, ઇ-કોમર્સ દિગ્ગજે પહેલા જ તેની જાહેરાત કરી હતી પરંતુ ત્યારે 10 હજાર લોકોને બહાર કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હવે તેને વધારીને 18 હજાર કરવામાં આવ્યુ છે. વૉલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા રિપોર્ટની માનીએ તો કંપનીએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ છટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
આ છટણીની જાહેરાત બાદ Amazonએ પ્રભાવિત કર્મચારીઓની મદદનો વિશ્વાસ અપાવ્યો છે. સીઇઓ તરફથી કહેવામાં આવ્યુ કે જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમણે 24 કલાક પહેલા નોટિસ અને સેવરેન્સ પે આપવામાં આવશે, તેમણે કહ્યુ, પ્રભાવિત કર્મચારીઓને સેપરેશન પેમેન્ટ માટે પેકેજનું પેમેન્ટ કરવામાં આવશે. આ સિવાય હેલ્થ ઇંશ્યોરન્સ અને નવી જોબ શોધવામાં પણ તેમની મદદ કરવામાં આવશે.
Advertisement