Gujarat Exclusive > યુથ > મનોરંજન > જિંદગી સામે જંગ લડી રહેલા અમર સિંહે બચ્ચન પરિવાર પાસે માંગી માફી

જિંદગી સામે જંગ લડી રહેલા અમર સિંહે બચ્ચન પરિવાર પાસે માંગી માફી

0
724

મુંબઈ/સિંગાપુર: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે માફી માંગી છે. એક સમયે ગાઢ મિત્ર રહેલા અમર સિંહ અને અમિતાભ વચ્ચેના સબંધો છેલ્લા કેટલાક સમયથી વણસ્યા હતા. આ સબંધો એ હદ સુધી ખરાબ થયા કે, અમરસિંહ જાહેર મંચો પર પણ અમિતાભની ટીકા કરતા હતા. જો કે આજે અચાનક અમર સિંહે સોશિયલ મીડિયા પર અમિતાભની માંફી માંગી લીધી છે.

અમર સિંહે ટ્વીટર પર લખ્યું છે કે, “મારે મારા પિતાની પુણ્યતિથિ છે. મને અમિતાભજી તરફથી સંદેશો મળ્યો છે. ઊંમરના આ પડાવ પર હું જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છું. હું એ તમામ બાબતો માટે માફી માંગુ છુ. જે મેં અમિતાભ અને તેમના પરિવાર વિરૂદ્ધ બોલ્યો છું.”

અમર સિંહે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “ગત 10 વર્ષમાં હું માત્ર બચ્ચર પરિવારથી દૂર જ નથી રહ્યો, પરંતુ મારા પ્રયત્ન રહ્યા હતા કે, તેમના દિલમાં મારા પ્રત્યે નફરત હોય. જો કે આજે અમિતજીએ ફરીથી મારા પિતાને યાદ કર્યા છે. આથી મને લાગે છે કે, તેમના મનમાં કોઈ પાપ નથી. આજ સિંગાપુરમાં 10 વર્ષ પહેલા અમિતાભની સાથે 2 મહિના રહ્યા બાદ અમારો સાથ છૂટી ગયો હતો. જો કે 10 વર્ષો સુઝી તેઓ સતત પોતાની ફરજ બજાવતા રહ્યા. મને લાગે છે કે, મેં થોડી વધારે પડતી આક્રમક્તા દર્શાવી હતી. હું જિંદગી અને મોત વચ્ચેની જંગ લડી રહ્યો છું. મને લાગે છે કે, મારે જાહેરમાં અમિતાભને કડવા વેણ બોલવા બદલ માફી માંગવી જોઈએ.”

જણાવી દઈએ કે, અમર સિંહ હાલ સિંગાપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે અને હોસ્પિટલમાંથી જ તેમણે આ વીડિયો શેર કર્યો છે.

આતંકવાદી કસાબને હિન્દુ દર્શાવવાનું હતું ષડયંત્ર, મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરનો ચોંકાવનારો ખુલાસો