Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > એએમસીએ પતંગ અને દોરીનો 561 કિલોગ્રામ વેસ્ટ જથ્થો ભેગો કર્યો

એએમસીએ પતંગ અને દોરીનો 561 કિલોગ્રામ વેસ્ટ જથ્થો ભેગો કર્યો

0
81

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં દોરા અને પતંગ જમીન પર પડતાં હોય છે. તેમજ કેટલાક લોકો દ્વારા રસ્તા પર ફેંકવામાં આવે છે. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉતારી કચરો ભેગો કરવામાં આવે છે. જેમાં આજે 561 કિલો ગ્રામ દોરીનો વેસ્ટ ભેગો કર્યો છે.

અમદાવાદમાં ઉત્તરાયણને લઈ લોકો પતંગ અને દોરીની ખરીદી તો કરતા હોય છે અને તે ઉત્તરાયણ પુરી થઈ ગયા બાદ તેનો રસ્તા પર ફેંકી દેતા હોય છે. ગયા વર્ષે પણ એએમસી દ્વારા અઢળક પતંગ અને દોરીનો કચરો ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે શહેરના ઉત્તર ઝોનમાંથી સૌથી વધારો કચરો ભેગો કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાંથી શહેરનો 50 ટકા જેટલો દોરી અને પતંગ વેસ્ટ મળી આવે છે. ઉત્તર ઝોનમાંથી 330 કિલોગ્રામ દોરીનો વેસ્ટ મળી આવ્યો છે.

જ્યારે બીજા નંબર પર દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન બંનેમાં અલગ અલગ 70 કિલો ગ્રામ વેસ્ટ મળી આવ્યો છે. મધ્ય ઝોનમાં 32 કિલો ગ્રામ પશ્ચિમ ઝોનમાં 25. 8 કિલોગ્રામ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 18 કિલોગ્રામ તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 કિલોગ્રામ દોરીનો વેસ્ટ મળી આવ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9