Gujarat Exclusive > ગુજરાત > આ અલ્પેશ ઠાકોર ક્યારેય દબાયો નથી અને દબાશે પણ નહીં

આ અલ્પેશ ઠાકોર ક્યારેય દબાયો નથી અને દબાશે પણ નહીં

0
397

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે મહેસાણામાં કાર્યકરો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન ભાજપમાંથી સાઇડલાઇનના સવાલ પર અલ્પેશ ઠાકોરે કહ્યુ કે- અલ્પેશ ઠાકોર ક્યારેય દબાયો નથી અને દબાશે પણ નહી.

ગુજરાતમાં પેટા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે જેના પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. પેટા ચૂંટણીના પરિણામોને લઇને અલ્પેશ ઠાકોર ભવિષ્યવાણી કરી છે. અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) દાવો કર્યો છે કે વિધાનસભાની 8 બેઠકમાંથી 6માં ભાજપની સ્થિતિ સ્પષ્ટ લાગી રહી છે, છતા મારૂ માનવુ છે કે અમે 100 ટકા બેઠકો જીતીશું. બીજી તરફ કોંગ્રેસના સ્ટિંગ વીડિયો મામલે અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, તેમાં કોઇ સત્યતા હોય તેવુ લાગતુ નથી. મારી મહત્વાકાંક્ષા હતી કે હું સરકારમાં રહીને મારા લોકો માટે કામ કરૂ. સંગઠનમાં સ્થાન આપવા મુદ્દે પાર્ટી જે જવાબદારી આપે તે જવાબદારી લેવા માટે તૈયાર છું. હું એવી અપેક્ષા રાખુ છું કે હું જે વર્ગમાંથી આવુ છું તે વર્ગ ભાજપ પાર્ટી સંગઠનમાં કે બોર્ડ નિગમમાં સ્થાન મળે. મારો અવાજ કોઇ દબાવી શક્યો નથી અને ધીમો પડ્યો નથી. થોડી રાહ જુવો, કોરોના કાળ ચાલે છે જેથી મારો અવાજ થોડો શાંત પડ્યો છે.

આ પણ વાંચો: હરિયાણા: દુષ્કર્મ-હત્યા કેસના આરોપી રામ રહીમને ગુપચુપ મળી પેરોલ

શું અલ્પેશ ઠાકોરને સાઇડલાઇન કરાયા? Alpesh Thakor

ગુજરાતની પેટા ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોરને સાઇડલાઇન કરવામાં આવે તેવી ચર્ચા ગાંધીનગર અને કમલમમાં ચાલે છે. કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરને હાલ સાઇડલાઇન કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યુ છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ, “અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, “લોકોને એવુ લાગે છે કે અલ્પેશભાઇ હમણાં બોલતા નથી, કોરોનામાં બોલવું યોગ્ય નથી. અલ્પેશ ઠાકોર ક્યારેય દબાયો નથી અને દબાશે પણ નહી. રાજકારણમાં હંમેશા ઉતાર ચઢાવ તો આવતા રહે છે.”