Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અલ્પેશ ઠાકોર પલટનની હારથી ભાજપને જ મોટો ફાયદો

અલ્પેશ ઠાકોર પલટનની હારથી ભાજપને જ મોટો ફાયદો

0
12118

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર તેમજ બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. આ બન્ને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણી લડ્યા હતા.જોકે, અલ્પેશ ઠાકોર પલટનની હારથી ભાજપને જ મોટો ફાયદો થયો છે.ગુજરાતમાં 6 બેઠકમાંથી 3 ભાજપ અને 3 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.

અલ્પેશ ઠાકોરના ભાજપમાં આવતા જ ભાજપાના રાજકારણમાં અનુશાસન ભંગ થયો હતો. જો અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીતી ગયો હોત તો 100 ટકા ભાજપનું અંદરનું રાજકારણ બગડી શકતું હતું. અલ્પેશ ઠાકોર પોતાના મનની જ ચલાવતો જેને કારણે પાર્ટીની અંદર ડખા ઉભા થઇ શકતા હતા.અલ્પેશ અને ધવલસિંહ ઝાલાના હારવાથી ભાજપને વિધાનસભામાં અથવા સરકાર તરફથી કોઇ નુકસાન થયુ નથી.આ બન્નેની હારથી ભાજપને તો રાજકીય ફાયદો જ થયો છે.

હવે ભાજપની અંદર કોઇ અવાજ નહી ઉઠાવે

ગુજરાતમાં સત્તામાં રહેલી રૂપાણી સરકારમાં હવે કોઇ એવો નેતા નથી જે સરકાર અથવા ભાજપા હાઇકમાન્ડ પાસે કોઇ પણ રીતની માંગ ઉભી કરી શકે તેવી કંડિશનમાં નહી હોય. જે લોકો માથુ ઉથાવવાનું વિચારી રહ્યાં હતા તે લોકો પણ અલ્પેશ અને ધવલની પડતી જોઇ આગળ હિમ્મત નહી કરે અને પાર્ટી ઉપર કોઇ પણ રીતનું રિએક્શન કે નિવેદન આપી શકે તે સ્થિતિમાં નહી હોય.

ઉત્તર ગુજરાતના રાજકારણમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર સાથે ભાજપનો કોઇ પણ કદ્દાવર નેતા જે બની શકતો હતો તે ચેલેન્જ ખતમ થઇ ગઇ છે.શંકર ચૌધરી પાર્ટીમાંથી સાઇડલાઇન હતા. હરિભાઇ ચૌધરી અને પરબત પટેલ પુરી રીતે પાર્ટી લાઇનને ફોલો કરે છે. આ બધામાં અલ્પેશ જ એવો હતો જે પાર્ટીથી અલગ ઉત્તર ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ ઉભુ કરી શકતો હતો પરંતુ હવે અલ્પેશના વર્ચસ્વનો અને ઠાકોર સેનાના વર્ચસ્વનો જે ભાજપ માટે વારંવાર મોટો રાજકારણીય પડકાર બનતો હતો તેમનો સફાયો થઇ ગયો છે.

ગુજરાત પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર, પક્ષ પલ્ટુ અલ્પેશ ઠાકોર-ધવલસિંહ હાર્યા