સુરત: સુરતમાં પાસના નેતા અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે લાકડીના ફટકા મારીને હુમલો કર્યો હતો. લોકોએ રિક્ષા ચાલકને પકડવા માટે પ્રયાસ કર્યો હતો પણ તે દોડીને ભાગી ગયો હતો. સુરતમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને પાસના નેતા અલ્પેશ કથીરિયા પર હુમલો કર્યો હતો.
Advertisement
Advertisement
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા હૉસ્પિટલમાં તેમની નજીકના વ્યક્તિના ખબર અંતર પૂછવા જઇ રહ્યા હતા. આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક રિક્ષા ચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહ્યુ હતુ. જોકે, આ વાત સાંભળીને રિક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા અલ્પેશ કથીરિયાને માર્યા હતા. આ હુમલા બાદ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા. લોકો રિક્ષા ચાલકને પકડવા માટે દોડ્યા હતા પણ તે ભાગી ગયો હતો.
સુરતમાં PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે હુમલો કર્યો#SuratNews #alpeshkathiriya pic.twitter.com/ZeORLk9Gap
— GujaratExclusive (@GujGujaratEx) September 20, 2022
બનાવની વિગતો જોઇએ તો અલ્પેશ કથીરિયા હોસ્પિટલમાં કોઇ સગાના ખબર અંતર પૂછવા માટે બાઇક પર જઇ રહ્યા હતા. અલ્પેશ કથીરિયા બાઇક પર સવાર હતા અને તેમની આગળ રિક્ષા ચાલક રિક્ષા ચલાવતો હતો. રિક્ષા ચાલકને રોકીને અલ્પેશ કથીરિયાએ કહ્યુ કે, રિક્ષા સરખી ચલાવ, રિક્ષા ચાલક આ વાત સાંભળીને ઉશ્કેરાઇ ગયો હતો અને તેને રિક્ષામાંથી લાકડી કાઢીને ત્રણ ઘા માર્યા હતા જેને કારણે અલ્પેશ કથીરિયાને હાથમાં ઇજા થઇ હતી. અલ્પેશ કથીરિયા પર હુમલો થયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement