Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા 300 ડૉક્ટરની ફાળવણી, 900 Covid બેડ વધારાયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા 300 ડૉક્ટરની ફાળવણી, 900 Covid બેડ વધારાયા

0
71
  • અમદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો

  • 300 ડૉક્ટરની ફાળવણી કરવામાં આવી છે જ્યારે 900 કોવિડ બેડ પણ વધારવામાં આવ્યા

  • અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે હાલમાં 2637 બેડ ખાલી Corona Case

અમદાવાદ: અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા તમામ હોસ્પિટલો ફુલ થઇ ગઇ હતી જેને કારણે સરકારે અમદાવાદમાં કરફ્યૂ લાદવાની અચાનક જાહેરાત કરી હતી. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા 300 ડૉક્ટરની ફાળવણી કરવામાં આવી છે જ્યારે 900 કોવિડ બેડ પણ વધારવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના દર્દીની સારવાર માટે 400 નવા બેડ અસારવા સિવિલમાં અને 400 નવા બેડ સોલા સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે. આ સિવાય 300 ડૉક્ટર અને 300 મેડિકલના વિદ્યાર્થિની ટીમ ફાળવવામાં આવી છે. Corona Case

અમદાવાદમાં બેડની વ્યવસ્થાને લઇને માહિતા આપતા ડૉ. રાજીવ ગુપ્તાએ કહ્યુ કે, “અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે હાલમાં 2637 બેડ ખાલી છે જેમાં સોલા સિવિલમાં 400 બેડ ખાલી છે. અસારવા સિવિલમાં 400 બેડ ખાલી છે. સરકારી હોસ્પિટલમાં 900 બેડ ખાલી છે. સાથે 1300 બેડની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવામાં આવી છે. સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 400થી વધારે બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં 2200થી વધુ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 400થી વધુ બેડ ખાલી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વીકેન્ડ કરફ્યુ

ગુરુવારે આંકડો 1340 થયો. અગાઉ 3 ઓક્ટોબરે 1343 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,92,982 થયો (Corona case Increase) છે. 7 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 3830એ પહોંચ્યો છે. 1113 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આમ કુલ 176475 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54907 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં કુલ 70.33 લાખ ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 12677 એક્ટિવ કેસ છે. જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે અને 12590 દર્દીની હાલત સ્થિર છે. Corona Case