Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી નહી અપાય, સૂચનાના અભાવે લોકો નિરાશ થઇને પરત ફર્યા

અમદાવાદમાં 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી નહી અપાય, સૂચનાના અભાવે લોકો નિરાશ થઇને પરત ફર્યા

0
40

અમદાવાદ: અમદાવાદના તમામ સરકારી વેક્સીનેશન સેન્ટર આજે બંધ છે. સૂચનાના અભાવને કારણે લોકો મોટી સંખ્યામાં વેક્સીન લેવા પહોચી રહ્યા છે અને નિરાશ થઇને તેમણે પરત જવુ પડી રહ્યુ છે. વેક્સીનના ડોઝ ના હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસીકરણનો કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે કોરોના વિરોધી રસીનો મર્યાદિત જથ્થો હોવાના કારણે મંગળવારે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને જ્યા સુધી રસીનો જથ્થો નહી આવે ત્યા સુધી આપવામાં નહી આવે. માત્ર 18થી 44 વર્ષના વયજુથના લોકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી આપવામાં આવશે. AMC દ્વારા સોમવારે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં જે લોકો એક ડોઝ વેક્સિનનો લઇ ચુક્યા છે એમનો વારો ફરી ક્યારે આવશે એ બાબતે AMCના અધિકારીઓ બોલવા તૈયાર નથી.

અમદાવાદ શહેરમાં 16 જાન્યુઆરીથી લોકોને કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 1 મેથી રાજ્ય સરકાર દ્વારા 18થી 44 વર્ષની વય ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે કોરોના વેક્સિન જથ્થાની ઉપલબ્ધતાને લઇને સવાલો ઉભા થયા હતા. પરંતુ સરકારના નિર્ણય સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાચી સ્થિતિ બતાવવા સમર્થ ના હોવાથી 1 મેથી 18થી 44 વર્ષની વય સુધીના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં સતત બીજા દિવસે 5 હજાર કરતા ઓછા કેસ, ટેસ્ટ ઘટાડાતા કેસ ઘટયાની ચર્ચા

AMCને વેક્સિનના જથ્થા અને માંગ વચ્ચે મોટુ અંતર દેખાતા 4 મે મંગળવારથી અમદાવાદ શહેરમાં 76 અર્બન હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલો, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હોલ ખાતેથી 45થી વધુ વયના લોકોને આપવામાં આવતી વેક્સીનનો નવો જથ્થો ના આવે ત્યા સુધી ના આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat