Gujarat Exclusive > The Exclusive > ચીનને જવાબ આપવાની તૈયારી! PM મોદીએ આજે બોલાવી સર્વદલીય બેઠક

ચીનને જવાબ આપવાની તૈયારી! PM મોદીએ આજે બોલાવી સર્વદલીય બેઠક

0
690

• સોનિયા ગાંધીથી મમતા બેનર્જી સુધી આ નેતાઓ થશે સામેલ
• ‘આપ’ને આમંત્રણ ના મળતા ભાજપ પર ભડક્યું
• ઓવૈસીની પાર્ટી અને RJDને પણ આમંત્રણ નહીં

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે વધતા તનાવને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઓલપાર્ટી મિટિંગ બોલાવી છે. સાંજે 5 વાગ્યે યોજાનારી આ બેઠકમાં દેશની અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના અધ્યક્ષો સામેલ થશે. આ બેઠકમાં હાલમાં ચાલી રહેલા ભારત-ચીન વચ્ચે સરહદના વિવાદ પર વાટાઘાટો કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી સાથે યોજાનારી આ સર્વદલીય બેઠકમાં ક્યા-ક્યા નેતાઓ સામેલ થશે? તેનું લિસ્ટ પણ આવી ચૂક્યું છે. જો કે આમ આદમી પાર્ટી (AAP)ને મિટિંગ માટે આમંત્રણ જ મળ્યું નથી. જેના કારણે આપ નેતા સંજય સિંહે કેન્દ્ર સરકાર પર પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: ગુજત રાજ્યસભા માટે આજે વૉટિંગ, ચૂંટણી મોકૂફીથી અત્યાર સુધી શું બન્યું? 

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જે પાર્ટીઓના 5 કરતાં વધુ સાંસદ છે, માત્ર તેમને જ આ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ઝારખંડ મુક્તિ મોર્ચાના (JMM) અધ્યક્ષ હેમંત સોરેન, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ સામેલ થશે.

આ સિવાય આ નેતાઓ લેશે ભાગ
→ શિવસેના ચીફ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
→ લોકજન શક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન
→ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ
→ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સુપ્રીમો અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ
→ બીજૂ જનતા દળ (BJD)ના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયક
→ CPI-Mના મહાસચિવ સીતારામ યેચૂરી
→ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર
→ YSR કોંગ્રસ અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી
→ જનતા દળ યુનાઈટેડ (JDU) ચીફ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર
→ DMKના અધ્યક્ષ એમ કે સ્ટાલિન

રક્ષામંત્રી રાજનાથ સિંહે વિપક્ષના નેતાઓ સાથે કરી વાત
ઓલ પાર્ટી મિટિંગ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ વિપક્ષી પાર્ટીઓના પ્રમુખો સાથે વાતચીત કરી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, બહુજન સમાજ પાર્ટીના (BSP) સુપ્રીમો માયાવતી સહિત અન્ય નેતાઓ સાથે વાતચીત કરી કરી છે. આ બેઠકમાં તમામ પાર્ટીઓના નેતાઓને બોલાવવામાં આવી શકે છે.

આમંત્રણના મળતાં ‘આપ’ ગિન્નાયું
સર્વદલીય બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ ના મળવાથી આમ આદમી પાર્ટી (AAP) ભડકી છે. આપના સાંસદ સંજય સિંહે ટ્વીટર પર પોતાનો આક્રોશ ઠાલતવા જણાવ્યું કે, કેન્દ્રમાં એક અજીબ અહંકારમાં રાચતી સરકાર ચાલી રહી છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર છે. પંજાબમાં મુખ્ય વિપક્ષી પાર્ટીએ છે. અમારા 4 સાંસદો હોવા છતાં કોઈ પણ મહત્વપૂર્ણ વિષયો પર ભાજપને આપની સલાહ નથી જોઈતી.

જણાવી દઈએ કે, ભારત-ચીન સરહદ પર મે મહિનામાં શરૂ થયેલા તનાવ બાદ આ પ્રથમ વખત છે, જ્યારે વડાપ્રધાને આ મામલે ચર્ચા કરવા માટે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી હોય. આજની બેઠકમાં વડાપ્રધાન મોદી શું બોલશે? તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

ભારતને ઘેરવા માટે ચીને પાડોશી દેશોને કેવી રીતે પોતાની જાળમાં ફસાવ્યા?