Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વસીમ બિલ્લા મર્ડર કેસ: તમામ તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવા કરાઈ રજૂઆત, DIG સહિત CMને પત્ર લખ્યો

વસીમ બિલ્લા મર્ડર કેસ: તમામ તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવા કરાઈ રજૂઆત, DIG સહિત CMને પત્ર લખ્યો

0
205

વસીમ બિલ્લા હત્યા કેસમાં પોલીસે તાજેતરમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી હતી.જયારે આ કેસમાં વધુ તપાસ માટે વસીમના ભાઈએ રાજ્યના ડીઆઈજીને લેખિત રજૂઆત કરી ઘટતું કરવા અનુરોધ કર્યો છે. આ અરજીની નકલ મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી સહિત દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલવામાં આવી હતી.

નવસારીમાં ગત જાન્યુઆરીના રોજ તડીપાર અને ખુંખાર આરોપી વસીમ બિલ્લાને જમીન લેતીદેતી મામલે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જયારે આ કેસમાં ત્રણ આરોપીઓની નવસારી એલસીબીએ ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તમામ આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડમાં છે. ત્યારે આ કેસમાં વધુ તપાસ કરવા માટે વસીમ બિલ્લાના ભાઈએ પોલીસ સમક્ષ આક્ષેપ પણ કર્યો છે અને જણાવ્યું હતુ કે મુખ્ય આરોપી બદરી લેસવાલા પોલીસ સાથે સારો ઘરોબો ધરાવે છે અને રાજકીય પાર્ટીઓ સાથે પણ સારું બનતું હોય અહી તપાસ થાય તો પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી થઈ શકે એમ છે. જેથી આ તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવામાં આવે એવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શું હતી ઘટના?

સુરત ઝાંપા બજાર ખાતે રહેતો વસીમ બિલ્લા નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં કામ કરતો હતો અને ખંડણી ઉઘરાવતો હતો. છેલ્લા કેટલાય સમયથી તડીપાર બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો. મોડી રાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો અને સુરતના કોઈ શખ્સ સાથે રૂ.5 કરોડની લેતીદેતી મામલે નવસારીમાં મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા ગેટ પાસે બે બાઈક પર ચાર જેટલા લોકોએ આવી તેની કાર અટકાવીને ચારેક રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દઈને ફરાર થઇ ગયા હતા.

‘તેરી લાડકી મૈં..!‘ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવા સક્ષમ પિતાએ દહેજમાં ગાડુ ભરીને પુસ્તકો મોકલ્યા