નવી દિલ્હી: ભારતના વિભાજનની માંગ કરનાર મુસ્લિમ લીગની સ્થાપના આજના દિવસે જ 30 ડિસેમ્બર, 1906માં ઢાકામાં થઇ હતી. રસપ્રદ વાત આ છે કે જે ઢાકામાં તેની સ્થાપના થઇ હતી અને મુસ્લિમ લીગે પાકિસ્તાનની માંગ કરી હતી, તે વિસ્તાર હવે બાંગ્લાદેશના નામે બીજો દેશ બની ગયો છે. ભારતમાં દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત પ્રથમ વખત સર સૈયદ અહમદ ખાંએ આપ્યો હતો, જે અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના સંસ્થાપક પણ હતા, તેમણે મુહમ્મડન એજ્યુકેશન કોન્ફરન્સની સ્થાપના 1886માં કરી હતી પરંતુ ત્યારે તેનું રાજનીતિ સાથે કોઇ લેવા દેવા નહતુ, જેને કારણે આ સંગઠન તરફથી ખુદ જ પોતાના માટે રાજનીતિ ના કરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, તે બાદ તેને ખતમ કરી નાખવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
આ વચ્ચે 30 ડિસેમ્બર, 1906માં ઢાકામાં 3000 લોકોની હાજરીમાં મુસ્લિમ લીગની રચનાનો પ્રસ્તાવ પસાર થયો હતો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ નામનો પ્રસ્તાવ નવાબ ખ્વાજા સર સલીમુલ્લાહ બહાદુર અને હકીમ અજમલ ખાને આપ્યો હતો. આ રીતે દેશમાં મુસ્લિમોના નામ પર પ્રથમ રાજકીય પાર્ટીની રચના થઇ હતી, તેની પાછળ આ આઇડિયા હતો કે કોંગ્રેસ હિન્દુઓની પાર્ટી છે અને મુસ્લિમો માટે એક અલગ પક્ષની જરૂર છે. અહીથી દેશમાં કટ્ટરપંથ વધવા લાગ્યો અને રાજનીતિમાં ધ્રુવીકરણની શરૂઆત થઇ હતી.
આ લોકો હતા આ સાંપ્રદાયિક દળના સંસ્થાપક
મુસ્લિમ લીગને નવાબ, જમીનદાર અને આર્થિક રીતે સદ્ધર મુસલમાનોની પાર્ટી હતી પરંતુ મુસ્લિમોના નામ પર તો તેમની એકમાત્ર આગેવાનીની જ વાત કરવા લાગી. મુસ્લિમ લીગના સંસ્થાપકોમાં ખ્વાજા સલીમુલ્લાહ, વિકાર-ઉલ-મુલ્ક, સૈયદ આમિર અલી, સૈયદ નબીઉલ્લાહ, ખાન બહાદુર ગુલામ અને મુસ્તફા ચૌધરી સામેલ છે. મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ સર સુલ્તાન મુહમ્મદ શાહ હતા. ભલે મુસ્લિમ લીગના લોકો આ દાવો કરતા હતા કે તે આઝાદી માટે લડવા માંગે છે પરંતુ સત્ય આ હતુ કે આ સંગઠનનો ઉદ્દેશ્ય અલગ જ હતો.
અંગ્રેજો સાથે વફાદારીનો હતો મુસ્લિમ લીગનો અર્થ
મુસ્લિમ લીગે પોતાના ઉદ્દેશ્યમાં કહ્યુ હતુ કે અમારો અર્થ બ્રિટિશ સરકાર પ્રત્યે મુસ્લિમોમાં વફાદારી પેદા કરવાનો છે. સરકાર પાસે મુસ્લિમો માટે વધુ અધિકાર મેળવવા, બીજા સમુદાયના મુસ્લિમો પ્રત્યે પૂર્વાગ્રહ સામે લડવા જેવા અર્થ સામેલ હતા. મુસ્લિમ લીગના ઉદ્દેશ્યને કારણે બ્રિટિશ સરકારને ભારતમાં ઝડપથી ઉભરી રહેલા રાષ્ટ્રવાદ સામે લડવા માટે એક ટૂલ મળી ગયુ હતુ. તે બાદ 1930માં પ્રથમ વખત મુસ્લિમ લીગે બીજા દેશની સ્થાપનાનો પ્રસ્તાવ મુક્યો હતો. મુસ્લિમ લીગે આ પ્રોપગેન્ડા શરૂ કર્યો કે હિન્દૂ અને મુસ્લિમ અલગ અલગ દેશ છે, માટે અલગ દેશ મુસ્લિમો માટે જરૂરી છે.
મુસ્લિમ લીગ સાથે ક્યારે જોડાયા હતા મોહમ્મદ અલી જિન્ના?
હવે મહત્વનો સવાલ આ છે કે મોહમ્મદ અલી જિન્ના ક્યારે મુસ્લિમ લીગ સાથે જોડાયા હતા. આ સંગઠન સાથે જિન્ના 1913માં જોડાયા હતા. શરૂઆતના દિવસોમાં તે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેના સભ્ય રહ્યા પરંતુ અંતમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. 1940માં પ્રથમ વખત જિન્નાએ મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં કહ્યુ હતુ કે હિન્દૂ અને મુસલમાનોનું એક દેશ તરીકે રહેવુ અશક્ય છે. જોકે, આ માંગનો મુસ્લિમ લીગના જ એક જૂથે વિરોધ કર્યો હતો. આ જૂથે ઓલ ઇન્ડિયા જમ્હૂર મુસ્લિમ લીગ નામથી નવી સંસ્થા બનાવી હતી. અંતમાં તેનું કોંગ્રેસમાં વિલય થઇ ગયુ હતુ.
Advertisement