Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભરણપોષણ કેસઃ પત્ની સાથે સમાધાન થતા પતિની 1500 દિવસની સજા રદ 

ભરણપોષણ કેસઃ પત્ની સાથે સમાધાન થતા પતિની 1500 દિવસની સજા રદ 

0
91
  • પતિએ 50 મહિના સુધી માસિક રુ. 5000ની ખાધા ખોરાકી આપી ન હતી
  • પત્ની અને બે સગીર બાળકોએ સુલેહની અરજી કરતા હોઇકોર્ટનો ચુકાદો

અમદાવાદઃ દામ્પત્ય જીવનમાં વિવાદ બાદ ફેમિલી કોર્ટના હુકમ છતાં 50 મહિના સુધી ભરણપોષણ (Alimony case)  ન ભરનાર પતિની 1500 દિવસની જેલની સજા ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી.

આરોપીની પત્ની અને તેમના બે સગીર બાળકો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી કે તેઓ બાળકોના સારા ભવિષ્ય માટે હવે રાજીખુશીથી સાથે રહેવા માંગે છે જેને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટે જેલની સજા રદ કરી છે.

આ પણ વાંચોઃપત્નીના લોભે માંઝા મૂકી: પતિની જમીન તથા વીમાની રકમ પચાવી પાડવા હત્યા

પત્ની અને બાળકોએ સાથે રહેવાનો નિર્ણય કર્યો Alimony case

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ રાજેન્દ્ર સરિને આરોપી પતિની જેલની સજા રદ કરતા નોંધ્યું હતું કે પતિ અને પત્નીએ હવે સાથે રહેવાનો નિર્ણય કરી દીધો છે ત્યારે પતિને જેલમાં રાખી શકાય નહીં. પતિ અન્ય કોઈ કેસમાં સંડોવાયેલો ન હોય તો તેને વહેલી તકે છોડી મૂકવાનો કોર્ટે સાબરમતી સેન્ટ્રલ જેલ સત્તાધિશોને આદેશ કર્યો હતો.

ફેમિલી કોર્ટનો આદેશ છતાં પતિ મહિને 5000 રૂપિયા ભરણપોષણ (Alimony case)ન આપતો હોવાથી પત્નીએ તેના પતિ વિરુદ્ધ  ભરણપોષણ રિકવરીનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે તેના પતિને 1500 દિવસની જેલની સજા ફટકારી હતી.

પરંતુ હવે પતિ અને પત્ની વચ્ચે સમાધાન થઈ જતા પત્ની અને તેના બે સગીર વયના બાળકોએ ફેમિલી કોર્ટ દ્વારા ફટકારાયેલી 1500 દિવસની જેલની સજા રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. CrPC કાયદાની કલમ 391 અને 401ને આધાર રાખીને ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

29 માર્ચ 2019 ના રોજ અમદાવાદ ફેમિલી કોર્ટે 50 મહિના સુધી ભરણપોષણ (Alimony case)ન કરવાના કેસમાં પતિને 1500 દિવસ જેલની સજા ફટકારી હતી. પત્ની દ્વારા ફેમિલી કોર્ટમાં અરજી કરાઇ હતી કે તેના પતિએ 17 નવેમ્બર 2014 થી 17 જાન્યુઆરી 2019 સુધી કોર્ટે નિર્ધારિત કરેલું મહિને રુ.5000  ભરણપોષણ ચૂકવ્યું નથી.

આ પણ વાંચોઃ FBથી મિત્ર બનેલા શખ્સે Indigoમાં નોકરીની લાલચ આપી ₹ 17 લાખની ઠગાઈ આચરી

પત્નીની અરજી ફેમિલી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી Alimony case

દામ્પત્ય જીવનમાં વિવાદને લીધે પત્નીએ તેના પતિ પાસેથી ભરણપોષણ (Alimony case) મેળવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જેને માન્ય રાખતા કોર્ટે પતિને મહિને 5000 રૂપિયા ભરપોષણ ચૂકવવાનો કર્યો હતો.