ચીનના બિઝનેશમેન (Chinese Billionaire) જેક મા રહસ્યમય રીતે લાપતા (Jack Ma Missing) થયાના બે મહિના બાદ અચાનક એમનો એક વીડિયો સામે આવ્યો છે. ચીની ઈ-કૉમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર (Alibaba Founder) જેક માનો આ વીડિયો (Jack Ma Video) ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ (Global Times) દ્વારા શેર કરવામાં આવ્યો છે.
Jack Ma Yun, the English teacher turned entrepreneur and former executive chairman of #Alibaba, showed up at a rural teacher-themed social welfare event via video link on Wed, his first public appearance since Alibaba came under tougher regulatory scrutiny.https://t.co/VXywPHEeyv pic.twitter.com/DKCXhASIhu
— Global Times (@globaltimesnews) January 20, 2021
આ વીડિયો (Jack Ma Video) લિંકના માધ્યમથી જેક મા બુધવારે ગ્રામીણ-શિક્ષણ થીમ આધારિત સામાજિક કલ્યાણના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ પણ વાંચો: ભારતે મિત્ર દેશોને આપેલું વચન પાળ્યું, વૅક્સીનનો પ્રથમ જથ્થો ભૂતાન મોકલ્યો
જણાવી દઈએ કે, તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે, જેક માની (Jack Ma) છેલ્લા બે મહિનાથી કોઈ ખબર નથી. આ હાઈપ્રોફાઈલ બિઝનેસમેનને છેલ્લા 2 મહિનાથી કોઈએ જોયા નથી. જેક માના ગૂમ (Jack Ma Missing) થવા પર એટલા માટે પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે, કારણ કે તેમણે ઑક્ટોબરમાં ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની નીતિઓ વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો.
જેક માએ (Jack Ma) 24 ઓક્ટોબરે શાંઘહાઈમાં એક સ્પીચ આપી હતી. જેનો ખૂબ જ વિવાદ થયો હતો. જેમાં જેક માએ ચીનની રેગ્યુલેશન સિસ્ટમનો વિરોધ કર્યો હતો. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ચીનની રેગ્યુલેશન સિસ્ટમના કારણે નવી શોધ નથી થઈ રહી. આપણે ભાવિ પેઢી અને યુવાઓ માટે એક નવી સિસ્ટમ તૈયાર કરવી પડશે.