Gujarat Exclusive > યુથ > મનોરંજન > અક્ષયકુમારની ‘બલમા‘એ કાતિલ અદાઓથી લગાવી આગ, ફેન્સ બોલ્યા- ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…!‘

અક્ષયકુમારની ‘બલમા‘એ કાતિલ અદાઓથી લગાવી આગ, ફેન્સ બોલ્યા- ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…!‘

0
625

મુંબઈ: મોડલમાંથી અભિનેત્રી બનેલી ક્લાઉડિયા સિએસ્લાએ થોડા દિવસો પહેલા જ પોતાનો જન્મદિન ઉજવ્યો હતો. ક્લાઉડિયા એક જર્મન ભારતીય મોડલ અને અભિનેત્રી છે. 15 વર્ષની ઉંમરમાં ફેશન શૉ અને ડાન્સ શૉમાં તેણે આગવી ઓળખ ઉભી કરી છે. ક્લૉડિયાએ અનેક દેશોની વિવિધ ભાષાઓમાં કામ કર્યું છે.

2009માં પ્રસારિત થયેલા રિયાલિટી શૉ બિગ બૉસ સિઝન 3માં ક્લાઉડિયાએ ભાગ લીધો હતો અને પોતાની સુંદરતાથી સૌ કોઈનું દિલ જીત્યું હતું. આ સિઝનને અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. જે બાદ ક્લાઉડિયાએ અનેક રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો. જેમાં ખાસ તો Zor Ka Jhatka Total Wipeout હતો. આ શૉને બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન હોસ્ટ કરી રહ્યા હતા.

ક્લાઉડિયાનું બોલિવૂડ કનેક્શન પણ સ્ટ્રોંગ માનનવામાં આવી રહ્યું છે. તેણે બોલિવૂડના ખેલાડી ગણતા અક્ષય કુમારની ખિલાડી-786 ફિલ્મમાં આઈટમ સૉન્ગ ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…બલમા..‘માં પોતાની લચકણી કમરના કામણ પાથરીને સૌ કોઈને પોતના ફેન્સ બનાવી લીધા હતા. આટલું જ નહીં, ક્લાઉડિયાએ ક્યા કૂલ હૈ હમ-3માં પણ કામ કરીને પોતાની માદક અદાઓ દેખાડી હતી. (Photo Credit: Facebook/@theClaudiaCiesla)

આ અભિનેત્રીએ પોતાની હોટ અદાઓથી પહેલા જ દર્શકોના દિલ ડોલ ડોલ કરી દીધા છે. તેના ફોટો પણ અવારનવાર વાયરલ થતા રહે છે. તો ચાલો આજે અમે તમને ક્લાઉડિયાના આવા જ હટકે અંદાજથી રુબરૂ કરાવીએ…

‘જવાની જાનેમન..!‘ વધુ એક સ્ટાર કિડ્સ બોલિવૂડમાં કરશે ડેબ્યૂ, ‘તૈમુર‘ના પાપાને કહેશે Daddy