Gujarat Exclusive > યુથ > મનોરંજન > ટ્રાફિક નિયમ બતાવતા અક્ષયને જોઇને ભટક્યું ધ્યાન, બાઈક ચાલકનું અકસ્માત

ટ્રાફિક નિયમ બતાવતા અક્ષયને જોઇને ભટક્યું ધ્યાન, બાઈક ચાલકનું અકસ્માત

0
309

લખનઉ, ઉત્તર પ્રદેશ. ડિસ્ટ્રિક્ટ કંઝ્યુમેર ફોરમના વરિષ્ઠ સભ્યએ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને કારણ બતાવો નોટિસ આપી છે. પરંતુ કેમ?

કેમ કે, લખનઉમાં એક બાઇક સવાર રસ્તામાં લાગેલ મોટી સ્ક્રિન પર અક્ષય કુમારની એડ જોવામાં લાગી ગયો. એડ જોવામાં ભાઇ એટલે મસગૂલ થઇ ગયા કે ભૂલી ગયા કે તે રોડ ઉપર છે અને બાઇક ચલાવી રહ્યાં છે, પછી શું બાઇક આગળની ગાડી ઉપર ચડી ગઇ. તે વ્યક્તિએ હવે દાવો કર્યો છે કે, તેને બાઈકને ઠિક કરાવવામાં અને પોતાની સારવારમાં સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. હવે તમે સમજી ગયા હશો કે, તે અકસ્માત કંઇ નાનો નહતો, સારવાર સમયસર મળતા ભાઇનો જીવ માંડ-માંડ બચ્યો હતો. તેથી તેને હવે આ ઘટનાની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી છે.

29 વર્ષના સત્યેન્દ્ર કુમાર શર્માએ કંઝ્યુમર ફોરમને ફરિયાદ કરતા લખ્યું છે કે, તેઓ 29 સપ્ટેમરે ગોમતીનગર જઇ રહ્યો હતો. ફોન રિપબ્લિક મોલ પાસે તેમની નજર ડિવાઇડર પર લાગેલ મોટી સ્ક્રીન પર પડી. આ સ્ક્રિન પર એક વીડિયો ચાલી રહ્યો હતો જેમાં એક્ટર અક્ષય કુમાર પોલીસની વર્દીમાં કંઇક મેસેજ આપી રહ્યાં હતા. તેને જોતા સમયે તેનું ધ્યાન ભટકી ગયુ અને બાઇકની ટક્કર થઇ ગઈ.

માનસિક, આર્થિક અને શારીરિક નુકશાનનો હવાલો આપતા સત્યેન્દ્રએ ડિસ્ટ્રિક કંઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરીને સાડા ચાર લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. તે ઉપરાંત માનસિક મુશ્કેલીઓ માટે 25 હજાર અને શારીરિક કષ્ટ માટે 25 હજાર રૂપિયાના વળતરની માંગ કરી છે. તે પછી ફોરમ ફર્સ્ટના રાજર્ષિ શુક્લાએ અક્ષય કુમારને નોટિસ મોકલી છે, જેનો જવાબ તેમને 30 દિવસમાં આપવાનો રહેશે.

પાકિસ્તાનના બાલાકોટમાં કેવી રીતે ફેક્યા બોમ્બ, વાયુસેનાએ જાહેર કર્યો એર સ્ટ્રાઇકનો વીડિયો