Gujarat Exclusive > The Exclusive > અક્ષય કુમારે યૂટ્યૂબર પર કર્યો 500 કરોડનો માનહાનીનો દાવો, જાણો સમગ્ર મામલો

અક્ષય કુમારે યૂટ્યૂબર પર કર્યો 500 કરોડનો માનહાનીનો દાવો, જાણો સમગ્ર મામલો

0
144

અક્ષય કુમાર (Akshay Kumar) તાજેતરમાં લક્ષ્મી ફિલ્મમાં દેખાયો હતો

મુંબઈ: બોલીવૂડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) બિહારના યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર 500 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ કર્યો છે. રાશિદ સિદ્દીકી (Rashid Siddique)એ કથિત રીતે અક્ષય કુમાર (Akshay Kumar)નું નામ સુશાંત સિંહ રાજપૂત (Sushantsinh Rajput) કેસમાં લીધુ હતું. રાશિદના વાયરલ થઇ રહેલા વીડિયોમાં તેણે અક્ષય કુમાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતુ કે તેણે રિયા ચક્રવર્તીને કેનેડા ભગાડવામાં મદદ કરી હતી.

આટલું જ નહીં રાશિદે પોતાના વિડીયોમાં જણાવ્યું કે અક્ષયે સુશાંત કેસને લઇને મુંબઈ પોલીસ અને આદિત્ય ઠાકરે સાથે સીક્રેટ મીટિંગ્સ ઓર્ગેનાઇઝ કરી હતી. જોકે અત્યાર સુધી આ મામલે અક્ષય કુમારે કોઇ નિવેદન આપ્યું ન નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં મળી આવ્યો હતો. ત્યાર બાદથી સુશાંતના મોતના કારણને લઇને અનેક પ્રકારની થિયરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને ઘણાં લોકો જાત-જાતના વીડિયો બનાવી અપલોડ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 5 વર્ષમાં બજરંગી ભાઈજાનની ‘મુન્ની’ એટલી બદલાઈ ગઈ, ઓળખવું મુશ્કેલ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર (Akshay Kumar) તેની ફિલ્મ લક્ષ્મીને લઇ ચર્ચામાં છે. આ ફિલ્મ તેની કહાણી અને ટાઇટલને લઇને ઘણા વિવાદોમાં હતી જે પછી ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું હતુ.

અક્ષય કુમાર (Akshay Kumar) બીજા ઘણાં પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. સૂર્યવંશીનો ટ્રેલર રિલીઝ થઇ ગયો છે પરંતુ ફિલ્મ અત્યાર સુધી રીલિઝ થઇ નથી. આવનારા સમયમાં અક્ષય અતરંગી રે, બેલ બૉટમ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં જે તેની ફિલ્મ રામસેતુની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેનો પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.