Gujarat Exclusive > યુથ > મનોરંજન > અક્ષય કુમારે કોરોના વાયરસ સામે જંગ માટે દાન કરી સૌથી મોટી રકમ, ટ્વીટ કરી આપી જાણકારી

અક્ષય કુમારે કોરોના વાયરસ સામે જંગ માટે દાન કરી સૌથી મોટી રકમ, ટ્વીટ કરી આપી જાણકારી

0
816

મુંબઇ: કોરોના મહામારીને લઇને વિશ્વભરમાં જંગ ચાલી રહ્યો છે. ભારતમાં 21 દિવસની તાળાબંધી વચ્ચે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હસ્તીઓ કોરોના વિરૂદ્ધ જંગમાં દિલ ખોલીને દાન કરી રહી છે. આ સિલસિલો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટારે શરૂ કર્યુ હતું અને હવે બોલિવૂડના મોટા એક્ટર આ મુહીમમાં જોડાવા લાગ્યા છે. અક્ષય કુમારે આ મહામારી સામે જંગ માટે અત્યાર સુધીની સૌથી મોટી રકમ ડોનેટ કરી છે. અક્ષય કુમાર પહેલા આટલી મોટી રકમ કોઇ પણ સુપરસ્ટારે નથી કરી.

અક્ષય કુમારે કોરોના વાયરસ સામે જંગની મુહીમમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યુ છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. અક્ષય કુમારે પોતાની ટ્વીટમાં લખ્યુ, “આ તે સમય છે જ્યારે અમારા તમામના જીવનનો સવાલ છે અને અમારે કઇક કરવાની જરૂર છે અમે જે પણ કરી શકીએ. હું પોતાની બચતમાંથી 25 કરોડ રૂપિયાનું યોગદાન પીએમ રાહત કોષમાં આપવાની પ્રતિજ્ઞા કરૂ છું. આવો જીવન બચાવીએ, જાન છે તો જહાન છે.” અક્ષય કુમારે આ રીતે પોતાના યોગદાનની જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારના આ નિર્ણયની પ્રશંસા થઇ રહી છે.

 

અક્ષય કુમાર પહેલા બાહુબલી ફેમ એક્ટર પ્રભાસે 4 કરોડ, પવન કલ્યાણે 2 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ, અલ્લુ અર્જૂને 25 લાખ, રામ ચરણે 70 લાખ અને રજનીકાંતે દરરોજ મજૂરી કરતા મજૂરોની મદદ માટે 50 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આટલુ જ નહી કમલ હાસને તો પોતાના ઘરને જ હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરી છે. બીજી તરફ ટેલીવિઝન ક્ષેત્રના કપિલ શર્માએ 50 લાખ રૂપિયા દાન કર્યા છે. ભોજપુરી ઇન્ડ્રસ્ટ્રીની અક્ષરા સિંહે એક લાખ રૂપિયા અને રવિ કિશને એક મહિનાનો પગાર પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવાની જાહેરાત કરી છે.

અમદાવાદમાં કોરોના વાયરસથી મહિલાનું મોત, રાજ્યમાં કુલ ચારના મોત