Gujarat Exclusive > યુથ > મનોરંજન > સચિન બાદ કોરોનાગ્રસ્ત અક્ષયકુમાર પણ હોસ્પિટલમાં થયો ભરતી

સચિન બાદ કોરોનાગ્રસ્ત અક્ષયકુમાર પણ હોસ્પિટલમાં થયો ભરતી

0
26

ખેલાડીકુમારની ફિલ્મ રામ સેતુના 45 જૂનિયર આર્ટિસ્ટ પણ સંક્રમિત

મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલરકર બાદ કોરોનાગ્રસ્ત એક્ટર અક્ષયકુમાર પણ હોસ્પિટલમાં દાખલ (Akshay Kumar admitted hospital)થયો છે. ખેલાડીકુમારે રવિવારે સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. સંક્રમિત થયા બાદ તે જાતે ક્વોરન્ટાઇન થઇ ગયો હતો. પરંતુ સોમવારે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો. જેની માહિતી પણ એક્ટરે સોશિયલ મીડિયા પર આપી છે. જો કે તેન કિ હોસ્પિટલમાં દાખલ કરાયો તેની માહિતી નથી.

અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે

“તમારી પ્રાર્થનાઓ માટે આભાર. લાગે છે કે આ કામ કરી રહ્યો છે. હું ઠીક છું. પરંતુ સાવચેતી માટે મને હોસ્પિટલમાં દાખલ  (Akshay Kumar admitted hospital)કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે ટુંકમાં ઘેર જઇશ. પોતાનું ધ્યાન રાખો”

આ પણ વાંચોઃ હિન્દી સિનેમાની ફેમસ એક્ટ્રેસ શશિકલાએ દુનિયાને કહ્યું અલવિદા

અક્ષયે રવિવારે સંક્રિમત થયાની માહિતી આપી હતી

અગાઉ રવિવારે અક્ષયકુમારે સોશિયલ મીડિયા પર પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે

“હું બધાને જણાવવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તમામ પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખી હું જાતે ક્વોરન્ટાઇન થઇ ગયો છું. સાથે જુરુરી મેડિકલ હેલ્પ લઇ રહ્યો છું. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા અને કાળજી રાખવાનો આગ્રહ કરું છું. ટુંકમાં જ એક્શનમાં પાછો ફરીશ”

રામ સેતુની ટીમના સભ્યો ક્વોરન્ટાઇન

ખેલાડીકુમાર ઉપરાંત તેની આગામી ફિલ્મ રામ સેતુના 45 જૂનિયર કલાકાર પણ કોવિડ-19થઈ સંક્રમિત થઇ ગયા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આ અંગે જણાવ્યું કે રામ સેતુની ટીમ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જૂનિયર આર્ટિસ્ટ એસોસિએશનના 45 લોકોના કોરોના પોઝિટિવ જણાયા. તેઓ તમામ ક્વોરન્ટાઇ થઇ ગયા છે.

આ પણ વાંચોઃ અભિનેતા અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

ફિલ્મનું શૂટિંગ અટક્યું

અક્ષયકુમાર સહિત ટીમના આટલા સભ્યો સંક્રિમત થતાં ફિલ્મિનું શૂટિંગ આશરે 13-14 દિવસ સુધી ટાળવામાં આવ્યું હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે અક્ષય પોઝિટિવ જણાતા પહેલાં મડ આઇલેન્ડમાં રામ સેતુનું શૂટિંગ કરી રહ્યો હતો. તેનામાં ટેસ્ટ પહેલાં કોરોનાના કોઇ લક્ષણ દેખાતા નહતા. તે સંપૂર્ણ ફિટ હતો. Akshay Kumar admitted hospital

સચિન 2 એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ

નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ 2 એપ્રિલે લિજેન્ડરી  ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર ભારત રત્ન સચિન તેન્ડુલકરને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ (Sachin Tendulkar Admit Hospital)કરવા પડ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેશનમાં જ હતા. જો કે ડોક્ટરોએ તેમના સ્વાસ્થયમાં સુધારો થાય તે માટે હોસ્પિટલમાં કરાયા. જો કે તેમના આરોગ્યની સ્થિતિ અંગે કોઇ માહિતી અપાઇ નથી. અલબત્ત તેઓ સ્વસ્થ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ આમિર, રણબીર બાદ હવે તેની ગર્લફ્રેન્ડ આલિયા પણ થઇ કોરોના પોઝિટિવ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat