Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગાંધીનગર: 7 મહિના બાદ ખુલશે અક્ષરધામ મંદિર, જાણી શું રહેશે નિયમ

ગાંધીનગર: 7 મહિના બાદ ખુલશે અક્ષરધામ મંદિર, જાણી શું રહેશે નિયમ

0
48

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ પ્રખ્યાત અક્ષરધામ મંદિર (Akshardham Temple Gandhinagar) દશેરાના (Dussehra) દિવસે એટલે કે આજે 25 ઓક્ટોબરથી જનતા માટે ખોલી દેવામાં આવશે. સંસ્થાએ મંદિર પરિસરમાં પ્રદર્શન અને મંડપ હાલ નહી ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે સોમવારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન (BAPS)એ જાણકારી આપી હતી કે, લગભગ 7 મહિનાથી બાદ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર (Akshardham Temple Gandhinagar) હરિભક્તો માટે 25 ઓક્ટોબરે દશેરાના (Dussehra) દિવસથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના (Corona Pandemic) સંકટને જોતા અક્ષરધામ મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંસ્થાએ જણાવ્યું કે, દરરોજ સાંજે 5 થી 7:30 સુધી શ્રદ્ધાળુનો અક્ષરધામમાં (Akshardham Temple Gandhinagar) પ્રવેશ આપવામાં આવશે. ભક્તોનું થર્મલ સ્ક્રીનિંગથી ટેમ્પરેચર તપાસ્યા બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ કરનારા દરેક હરિભક્તો માટે માસ્ક ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

મંદિર સંસ્થાએ હાલ પુરતા તમામ પ્રદર્શનો અને અભિષેક મંડપને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ દરરોજ સાંજો 7:15 વાગ્યે સત્તચિત્ત આનંદ વૉટર શૉનું પણ આયોજન કરવામાં આવશે. અક્ષરધામ મંદિર (Akshardham Temple Gandhinagar) દર સોમવારે બંધ રહશે.

આ પણ વાંચો: દશેરાના પર્વે અહીં થાય છે રાવણની પૂજા, નવી ગાડીઓ પર લખાય છે ‘જય લંકેશ’

જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે ગત 19 માર્ચથી અક્ષરધામ મંદિરને (Akshardham Temple Gandhinagar) બંધ કરી દેવામાં આવ્યું હતું. લગભગ સાત મહિના બાદ દશેરાના દિવસે હરિભક્તો માટે અક્ષરધામ મંદિર ખોલી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અક્ષરધામ મંદિર અનલોક-5 હેઠળ પહેલા કેન્દ્ર સરકાર અને પછી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ હેઠળ ખુલ્લી રહ્યું છે. જો મંદિરમાં ભીડ વધારે જમા થાય તો કોરોનાના ચેપના ભયને ધ્યાનમાં રાખીને મંદિરના સત્તાવાળાઓ પાસે મંદિરને બંધ કરવાનો અધિકાર રહેશે.