Gujarat Exclusive > રાજનીતિ > અખિલેશ યાદવે માયાવતી અને ભાજપને આપ્યો ઝટકો, 7 બાગી ધારાસભ્ય સપામાં સામેલ

અખિલેશ યાદવે માયાવતી અને ભાજપને આપ્યો ઝટકો, 7 બાગી ધારાસભ્ય સપામાં સામેલ

0
68

લખનઉં: સપા પ્રમુખ અખિલેશ યાદવે બસપા અને ભાજપને ઝટકો આપ્યો છે. લખનઉં સપા કાર્યાલય પહોચેલા બસપાના 6 બાગી ધારાસભ્ય અને એક ભાજપ ધારાસભ્યએ સપાની સભ્યતા લીધી હતી. તમામ બાગી ધારાસભ્યોને અખિલેશ યાદવે પાર્ટીની સભ્યતા અપાવી હતી. આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ભાજપના એક ધારાસભ્યના પાર્ટીમાં સામેલ થયા બાદ અખિલેશ યાદવે કહ્યુ કે મુખ્યમંત્રી ભાજપ પાર્ટીનો નારો બદલી નાખશે. મારો પરિવાર ભાજપ પરિવારની જગ્યાએ નારો બદલાઇને નામ હશે મારો પરિવાર ભાગતો પરિવાર રાખી દેશે. અખિલેશે કહ્યુ કે ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કરેલા દાવા પુરા કર્યા નથી. સમાજવાદીઓનું માનવુ છે કે જે કોંગ્રેસ છે તે જ ભાજપ છે અને જે ભાજપ છે તે જ કોંગ્રેસ છે.

બસપાના છ ધારાસભ્ય

સુષ્મા પટેલ, હરગોવિંદ ભાર્ગવ, અસલમ ચૌધરી, અસલમ રાઇની, હાકિમ લાલ બિન્દ અને મુજ્તબા સિદ્દીકી

આ પણ વાંચો: PM મોદીએ પોપ ફ્રાંસિસ સાથે કરી મુલાકાત, ભારત આવવાનું આપ્યુ આમંત્રણ

ભાજપના બળવાખોર ધારાસભ્ય

રાકેશ રાઠૌર

ચાર વખત ધારાસભ્ય અને એક વખત રાજ્યસભા સાંસદ રહેલા હરેન્દ્ર મલિકે 20 વર્ષ પછી ફરી એક વખત સમાજવાદી પાર્ટીમાં વાપસી કરી છે, તેમની સાથે બે વખતના પૂર્વ ધારાસભ્ય પંકજ મલિક, ચરથાવલના પૂર્વ બ્લૉક પ્રમુખ જિલ્લા હૈદર સહિત મોટી સંખ્યામાં જિલ્લાના કોંગ્રેસીઓએ પાર્ટી છોડીને સપાની સભ્યતા લીધી હતી. પાર્ટીમાં સામેલ થવાની તક પર હરેન્દ્ર મલિકે પોતાના સંબોધનમાં કોંગ્રેસને બંજર અને સપાને ઉપજાઉ જમીનની ઉપમા આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat