નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ છે. મહત્વપૂર્ણ છે કે અનિલ એન્ટનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડૉક્યૂમેન્ટરીનો વિરોધ કર્યો હતો, તેમણો આરોપ છે કે પાર્ટીએ પીએમ મોદીની ડૉક્યૂમેન્ટ્રરીનો વિરોધ કરનારી ટ્વીટને હટાવવા કહ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે અનિલ એન્ટનીએ કહ્યુ હતુ કે બ્રિટિશ બ્રૉડકાસ્ટરના વિચારોથી દેશની સંપ્રભુતાને ખતરો છે.
Advertisement
Advertisement
મે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે- અનિલ એન્ટની
અનિલ એન્ટનીએ પાર્ટી નેતૃત્વને મોકલેલા પોતાના રાજીનામા પત્રની એક કોપી શેર કરતા ટ્વીટ કરીને લખ્યુ, “મે કોંગ્રેસમાં પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપ્યુ છે. બોલવાની આઝાદી માટે લડનારાઓ દ્વારા ટ્વીટને પરત લેવા માટે અસહિષ્ણુ કૉલ કરવામાં આવ્યો હતો અને મે ઇનકાર કરી દીધો. જીવન ચાલતુ રહે છે.”
ડૉક્યુમેન્ટરીનો વિરોધ કરતા અનિલ કે એન્ટનીએ કહ્યુ હતુ કે બ્રિટિશ બ્રૉડકાસ્ટરના વિચારોને ભારતીય સંસ્થાઓ પર રાખવી દેશની સંપ્રભુતાને નબળી કરશે. અનિલ એન્ટનીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કેરળ કોંગ્રેસના વિવિધ વિંગોએ જાહેરાત કરી હતી કે 2002 ગુજરાત રમખાણ પર વિવાદાસ્પદ ડૉક્યૂમેન્ટરીની સ્ક્રીનિંગ આખા રાજ્યમાં કરવામાં આવશે.
બ્રિટિશ બ્રૉડકાસ્ટરના વિચારોના સમર્થન યોગ્ય નથી
એક ટ્વીટમાં અનિલ એન્ટનીએ કહ્યુ હતુ કે ભાજપ સાથે મોટા મતભેદો છતા જે લોકો બ્રિટિશ બ્રૉડકાસ્ટર અને બ્રિટનના પૂર્વ વિદેશ સચિવ જૈક સ્ટ્રૉના વિચારોનું સમર્થન કરે છે અને રાખે છે, તે ભારતીય સંસ્થાઓ માટે ખતરનાક દાખલો બેસાડી રહ્યા છે. અનિલ એન્ટનીએ બ્રિટનના પૂર્વ વિદેશ સચિવ જૈક સ્ટ્રૉને “ઇરાક યુદ્ધની પાછળનું મગજ”ની સંજ્ઞા આપી હતી.
JNUમાં વિવાદ
મહત્વપૂર્ણ છે કે મંગળવાર રાત્રે જવાહરાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી સંઘ દ્વારા પીએમ નરેન્દ્ર મોદી પર બીબીસીની ડૉક્યૂમેન્ટરી કૉલેજ કેમ્પસમાં બતાવવામાં આવવાની હતી પરંતુ પ્રસારણના અડધા કલાક પહેલા કેમ્પસની વિજળી કાપી નાખવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે યૂ ટ્યુબ અને ટ્વિટર પરથી સરકારના આદેશ બાદ ડૉક્યૂમેન્ટરીને હટાવી દેવામાં આવી છે, તેને લઇને કેમ્પસમાં ડ્રામા થયો હતો.
Advertisement