Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અજય મેહરોત્રાની ગુજરાત આયકર વિભાગના પ્રધાન મુખ્ય કર આયુક્ત તરીકે નિમણૂંક

અજય મેહરોત્રાની ગુજરાત આયકર વિભાગના પ્રધાન મુખ્ય કર આયુક્ત તરીકે નિમણૂંક

0
569

અમદાવાદ: ગુજરાત આયકર વિભાગના પ્રધાન મુખ્ય કર આયુક્ત તરીકે અજય દાસ મેહરોત્રાની આજથી નિયુક્તિ કરવામાં આવી છે. 1984 બેંચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી અજય મેહરોત્રા 34 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અજય મેહરોત્રા આ પહેલા ચાર્જમાં ઇનચાર્જ પ્રિન્સિપલ મુખ્ય આયકર આયુક્ત તરીકે ફરજ બજાવતા હતા. નવેમ્બર 2018માં ઇનચાર્જ પ્રિન્સિપલ આયુક્ત તરીકે અજય દાસને ચાર્જ સોપવામાં આવ્યો હતો.

અજય મેહરોત્રા ઇંગ્લેન્ડથી પાસ આઉટ છે

અજય મેહરોત્રા લખનૌ અને બાર્ગહીહમ યુનિવર્સિટી ઇંગ્લેન્ડથી પાસ આઉટ છે અને કોર્પોરેટ લો તેમજ સોશ્યિલ સાઇન્સ ના વિષયમાં પ્રભુત્વ ધરાવે છે.

ગુજરાતના પ્રધાન મુખ્ય કર આયુક્ત બનતા પહેલા અજય દાસે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવી જગ્યાએ ફરજ બજાવી ચુક્યા છે તેમજ વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવા વિભાગોના અનુભવ ધરાવે છે. અજય દાસને સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ ઈન ટેક્સ પેયર સર્વિસ – 2018 નો એવોર્ડ પણ આયકર વિભાગ દ્વારા મળ્યો છે. અજય દાસે ગુજરાતના આયકર વિભાગના પ્રધાન મુખ્ય કર આયુક્ત બનવાની સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું, તેમના કાર્યકાળમાં આયકર વિભાગનું ધ્યાન નાના તેમજ મધ્યમ કરદાતાઓને ઉચ્યતમઃ સેવા પુરી પાડવાનો રહેશે અને સાથે સાથે ઓપન ડોર પોલિસી પર પણ તેવો કામ કરશે.

નવેમ્બર 2018માં પૂર્વ પ્રધાન મુખ્ય કર આયુક્ત એકે જયસ્વાલ સીબીડીટીના સેટલમેન્ટ કમિશન માં નિયુક્ત થતા તેવો દિલ્હી જતા રહ્યા હતા તે પછી અજય દાસે પ્રધાન મુખ્ય કર આયુક્ત તરીકે જવાબદારી સંભાળી હતી.