Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > AGR કેસ: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એરટેલે ટેલિકૉમ વિભાગને ₹ 10 હજાર કરોડ ચૂકવ્યા

AGR કેસ: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એરટેલે ટેલિકૉમ વિભાગને ₹ 10 હજાર કરોડ ચૂકવ્યા

0
573

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર અને સરકારની ડેડલાઈન બાદ ટેલિકૉમ કંપની ભારતી એરટેલે સોમવારે ટેલિકૉમ વિભાગને એડજસ્ટેડ ગ્રૉસ રેવેન્યુ (AGR)ના 10 હજાર કરોડ રુપિયા ચૂકવ્યા છે. એરટેલે જણાવ્યું કે, બાકી વધેલા રૂપિયા પણ થોડા દિવસોમાં ચૂકાવી દેવામાં આવશે. હવે કંપની પર 25 હજાર કરોડ રુપિયાનું દેવું બાકી રહી ગયું છે. એરટેલને AGRના 35 હજાર કરોડ રુપિયા ચૂકવવાના છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, ભારતી એરટેલ, ભારતી હેક્સાકૉમ અને ટેલિનૉર તરફથી કુલ 10,000 કરોડ રુપિયા ચૂકવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી પહેલા અમે આ પ્રક્રિયાને પૂર્ણ કરીને બાકીની રકમ પણ ચૂકવી દઈશું.

જણાવી દઈએ કે, વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ સહિત 16 કંપનીઓને AGR અંતર્ગત અંદાજ 1 લાખ કરોડ રુપિયા ટેલિકૉમ વિભાગને ચૂકવવાના છે. ભારતી એરટેલને લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમના ઉપયોગની રમક સહિત સરકારને કુલ 35586 કરોડ રુપિયા ચૂકવવાના છે. એરટેલે વિભાગના આદેશ પર પોતાના કુલ બાકી નીકળતા રુપિયામાંથી 10 હજાર કરોડ રુપિયા ચૂકવી દીધા છે અને અન્ય રકમ 17 માર્ચ સુધીમાં ચૂકવી દેશે.

ટેલિકૉમ વિભાગ પાસે આ કંપનીઓના અંદાજે 1.63 લાખ કરોડ રુપિયા લેવાના નીકળે છે. જેમાં કંપનીની લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જનો પણ સમાવેશ થાય છે. લાઈસન્સ તરીકે બાકી રકમ 92,642 કરોડ રુપિયા અને સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ તરીકે 70,869 કરોડ રુપિયા બાકી છે. સૌથી વધુ બાકી ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાના છે.

શું હોય છે AGR?
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) ટેલિકૉમ મિનિસ્ટ્રીના દૂરસંચાર વિભાગ દ્વારા ટેલિકૉમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યુસેજ અને લાઈસન્સની ફીસ છે. જેના બે ભાગ હોય છે. સ્પેક્ટ્રમ યુઝ ચાર્જ અને લાઈસન્સિંગ ફીસ, જે ક્રમશ: 3-5 ટકા અને 8 ટકા હોય છે.

જામિયા હિંસા: ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ માંગ્યુ વળતર, હાઈકોર્ટે સરકાર અને પોલીસને ફટકારી નોટિસ