Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > હવે મોદી સરકાર મુંબઇ, દિલ્હી સહિત 4 એરપોર્ટ સંપૂર્ણ વેચી મારવાની તૈયારીમાં

હવે મોદી સરકાર મુંબઇ, દિલ્હી સહિત 4 એરપોર્ટ સંપૂર્ણ વેચી મારવાની તૈયારીમાં

0
223
  • અમદાવાદ સહિત 6 હવાઇ મથકે પહેલે જ અદાણીને વેચી દેવાયા છે
  • AAI નફા અને ખોટમાં ચાલતા અન્ય 13 એરપોર્ટનું ખાનગીકરણ કરશે

નવી દિલ્હીઃ મોદી સરકાર તમામ વિરોધ છતાં મુંબઇ, દિલ્હી સહિત દેશના વધુ 4 એરપોર્ટ સંપૂર્વેણપણે વેચવા (Airport privatization)ની તૈયારી કરી રહી છે. મુંબઇ, બેંગલુરુ, દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટમાં પોતાનો બચેલો હિસ્સો વેચવાની કેન્દ્રની યોજના છે. ન્યૂઝ એજન્સી મુજબ સરકાર તેના થકી 2.5 લાખ કરોડ એકત્રિત કરવા માગે છે. આ યોજના હેઠળ જ સરકાર દેશભરના એરપોર્ટમાં પોતાની ભાગીદારી વેચવા જઇ રહી છે.

આમ તો આ ચારેય એરપોર્ટ્સનું ખાનગીકરણ પહેલાં જ થઇ ગયું છે. પરંતુ તેમાં એરપોર્ટ ઓથોરિટીના માધ્યમથી સરકારનો કેટલોક હિસ્સો હજુ બચ્યો છે. તે પણ સરકાર વેચવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ

ફેબ્રુઆરીમાં વધુ 6-10 એરપોર્ટ વેચવા નિર્ણય લેવાયો

પ્રાપ્ત વિગત મુજબ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય સચિવોની અધિકાર પ્રાપ્ત સમિતિની બેઠક મળી હતી. તેમા સામેલ નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ જણાવ્યું હતું કે ભારતીય એરપોર્ટ ઓથોરિટી (AAI)ની એરપોર્ટ ખાનગીકરણના ત્રીજા તબક્કો એપ્રિલમાં શરુ થશે. જેમાં 6થી 10 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નફાકારક અને નુકસાની એરપોર્ટનું સાથે વેચાણ

ખરોલાએ વધુમાંજણાવ્યું હતું કે સરકાર એરપોર્ટનું ખાનગીકરણ (Airport privatization) કરવા માટે એક નવુ અભિગમ અપનાવશે. જેમાં વેચાણની પ્રક્રિયામાં નફાકારક એરપોર્ટને ખોટ કરતા એરપોર્ટ સાથે જોડી દેશે. એટલે AAI એક નફાકારક એરપોર્ટ અને નફાકારક એરપોર્ટને પેકેજ તરીકે આપવાની સંભાવનાની તપાસી રહી છે.

બીજા અહેવાલમાં 13 એરપોર્ટના ખાનગીકરણની વાત

દરમિયાન એક અન્ય અહેવાલમાં જાણવા મળ્યું કે સરકાર 13 એરપોર્ટ્સનું ખાનગીકરમ કરવા જઇ રહી છે. જે અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલય પહેલાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને હૈદરાબાદ એરપોર્ટ્સનું સંચાલન કરી રહેલા સંયુક્ત સાહસોમાં એએઆઇનો ઇક્વિટી હિસ્સો વેચવા અપેક્ષિત મંજૂરી મેળવશે. સૂત્રો મુજબ આ મુદ્દે આગામી થોડા દિવસોમાં જ આ મુદ્દાને કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી માટે મોકલવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ

અમદાવાદ સહિત 6 અને 7મુ મુંબઇ એરપોર્ટ મુંબઇ પણ અદાણી પાસે

નોંધનીય છે કે મોદી સરકારે એરપોર્ટ ખાનગીકરણના પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિત 6 એરપોર્ટ લખનઉ, જયપુર, મેંગલુરુ, તિરુવનંતપુરમ અને ગુવાહાટીનું સંચાલન ગત વર્ષે એદાણી ગ્રુપને સોંપી દીધું. અદાણી ગ્રુપને મુંબઇ એરપોર્ટ પણ બીજા તબક્કામાં વેચી દેવાયું. જેમાં તેની 74 ટકા અને એએઆઇની બાકી 26 ટકા હિસ્સેદારી છે.

નોંધનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી ભારતીય એરપોર્ટ ઓથોરિટી દેશભરમાં 100થી વધુ એરપોર્ટ્સની માલિક છે. એએઆઇ આ હવાઇમથકોનું સંયાલન પણ કરે છે. બીજા તબક્કામાં અન્ય 3 એરપોર્ટ દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લુરુનો અમુક હિસ્સો વેચી મારવામાં આવ્યો છે.

દિલ્હી એર્પોર્ટનો 54 ટકા હિસ્સો GMR ગ્રુપ પાસે

દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો 54 ટકા હિસ્સો GMR ગ્રુપને વેચવામાં આવ્યો છે. તેનો 26 ટકા હિસ્સો AAI પોતાની પાસે રાખી છે. જ્યારે 10-10 ટકા ભાગીદારી ફ્રાપોર્ટ અને એરમાન મલેશિયાની છે.

તેવી જ રીતે હૈદરાબાદ એરપોર્ટ (Airport privatization)માં એએઆઇ પાસે આંધ્ર સરકાર સાથે 26 ટકા અને બેંગલુરુ હવાઇમથકમાં કર્ણાટક સરકાર સાથે 26 ટકા હિસ્સો છે.

બજેટમાં નાણામંત્રીની ખાનગીરણની વાત

નાણામંત્રી નિર્મલા સીતારામણે 2021-22ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં નવા ઇમ્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) વિકાસ માટે તમામ સરકારી કંપનીઓની સંપત્તિ Monetization (મુદ્રીકરણ)માં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

આ પણ વાંચોઃ

PMએ પણ ઓએનજીસી વેચવાની વાત કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત મહિને કહ્યું હતું કે સરકાર ONGC જેવી 100 સરકારી કંપીઓના ખાનગીકરણની તૈયારીમાં છે. જેનાથી 2.50 લાખ કરોડ રુપિયા પ્રાપ્ત કરવામાં આવી શકે છે. આમ સરકાર 1 એપ્રિલથી શરુ થતાં નાણાવર્ષમાં 1.75 લાખ કરોડ રુપિયા મેળવવા માગે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat