Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > હવાઇ ચંપલ પહેરનારા લોકોને સસ્તી હવાઇ મુસાફરી કરાવનારી કંપનીઓ બરબાદ કેમ થઇ રહી છે?

હવાઇ ચંપલ પહેરનારા લોકોને સસ્તી હવાઇ મુસાફરી કરાવનારી કંપનીઓ બરબાદ કેમ થઇ રહી છે?

0
391

નવી દિલ્હીઃ એર ઇન્ડિયા વેચવા માટે બજારમાં મુકાઇ છે. ખરીદદાર નથી મળી રહ્યો. જેટ એરવેઝ બરબાદ થઇ બંધ થઇ ગઇ. તેના કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો. કિંગફિશર એરલાઇન્સના પણ પાટીયા પડી ગયા. તેના માલિક વિજય માલ્યા દેવુ ચુકવવા માટેની જવાદારી અને કાયદાથી બચવા લંડન ભાગી ગયો. તે અગાઉ એર સહારાની સ્થિતિ ખરાબ થઇ ગઇ અને તે જેટ એરવેઝના હાથે વેચાઇ ગઇ. દેશમાં સૌ પ્રથમ સસ્તા દરની ટિકિટ આપનારી એર ડેક્કનને કિંગફિશર એરલાઇન્સે ખરીદી લીધી હતી.

એરલાઇન્સ સેક્ટરની સતત થઈ રહી છે અધોગતિ

આખરે ભારતના એવિયેશન સેક્ટરને શું થયું છે. ઘણા ધૂમધામથી શરૂ થનારી એરલાઇન્સ કંપનીઓ થોડા જ સમયમાં કેમ બરબાદ થઇ રહી છે. તે પણ એવા સમયમાં જ્યારે હવાઇ મુસાફરી કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે અને એવિયેશન ફ્યૂલના રેટ પણ સૌથી ઉંચા સ્તરથી ઓછા થઇ ચૂક્યા છે. એવિયેશન સેક્ટરની હાલતને સમજવા માટે એક એક કરીને કંપનીઓની કહાની જાણીએ.

એર ઇન્ડિયા

સૌ પ્રથમ સરકારી વિમાન સેવા કંપની એર ઇન્ડિયાની વાત કરીએ. ભારત સરકાર પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી ચૂકી છે કે તે એરલાઇન્સના બિઝનેસમાં રહેવા માંગતી નથી. એરઇન્ડિયાને વેચવામાં તેને ખુશી થશે. એર ઇન્ડિયાની ખોટ છેલ્લા ત્રણ વર્ષમાં વધીને 19,435 કરોડરૂપિયા થઇ ગઇ છે. કંપનીને 15 એરક્રાફ્ટ બેકાર પડ્યા છે. કારણ કે તેના માટે સ્પેરપાર્ટ્સ નથી. કંપની પાસે વેન્ડરોને ચૂકવણી માટે પૈસા નથી. કંપનીએ નાણાકીય વર્ષ 2019માં 7635 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે જે તેના ઇતિહાસમાં સૌથી મોટી ખોટ છે. નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં એર ઇન્ડિયાને ખરીદદાર મળ્યો નહોતો. મોદીના બીજા કાર્યકાળમાં સરકાર ખરીદદારોની શરતો અનુસાર નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી છે અને હવે તે કંપનીની 95 ટકા હિસ્સેદારી વેચવા તૈયાર છે. જ્યારે પાંચ ટકા હિસ્સેદાર તેના કર્મચારી હશે. આ યોજનાને જીવંત રૂપ આપવાનું હજુ બાકી છે.

જેટ એરવેઝ

રોકડ ન હોવાના કારણે જેટ એરવેઝે આ વર્ષે 17 એપ્રિલથી પોતાનું સંચાલન બંધ કરી દીધું છે. તેના લગભગ 22000 કર્મચારીનું ભવિષ્ય અધ્ધરતાલ છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે પ્રાઇવેટ ક્ષેત્રની આ કંપનીએ કર્મચારીઓ પ્રદર્શન કર્યું અને સરકારને હસ્તક્ષેપ કરી કંપનીના કર્મચારીઓની નોકરી બચાવવાની માંગ કરી તો આ એરલાઇન્સ પુરા દેશમાં ચર્ચામાં આવી હતી. મુસાફરોની સંખ્યામાં હિસ્સેદારી હિસાબે 2007 સુધી આ દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની હતી. જેની સ્થાનિક બજારમાં હિસ્સેદારી 23 ટકા અને ઇન્ટરનેશનલ બજારમાં હિસ્સેદારી 6 ટકા હતી. હવે સ્થિતિ એ છે કે કંપની પર ભારે દેવામાં ડૂબેલી છે. કંપનીના માલિક નરેશ ગોયલ અને તેમની પત્નીના દેશ છોડવા પર રોક લગાવી દેવામાં આવી છે.

નાના દુકાનદારો માટે ખુશખબર! મહિને ₹ 3000નું મળશે પેન્શન, આવી રીતે કરાવો રજીસ્ટ્રેશન

કિંગફિશર એરલાઇન્સ

એપ્રિલ 2011 સુધીના આંકડાઓ અનુસાર, કિંગફિશર એરલાઇન્સની બજાર હિસ્સેદારી 20 ટકા હતી. કંપની પાસે 65 વિમાનનોનું સંચાલન કરતી હતી અને દરરોજ 300 ઉડાણો ભરતી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઓક્ટોબર 2012માં કંપનીની ઉડાણો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જૂન 2012 સુધી કંપનીની ખોટ 10,260 કરોડ રૂપિયા થઇ ચૂકી હતી. અને કંપની પર કુલ 13,446 કરોડ રૂપિયાનું દેવું હતું. જેમાંબેન્કોના 5940 કરોડ રૂપિયાનું દેવું અને બાકીનું પ્રમોટરોનું દેવું, બિઝનેસ સંબંધિ દેવુ અને ઓછા સમયના અન્ય લેન્ડર્સ હતા.

વાસ્તવમાં ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં 13 બેન્કોના કંસોર્સિયમ દ્ધારા દેવાની ચૂકવણીને લઇને દબાણ બનાવતા કંપનીના પ્રમોટર્સ વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયા હતા.

એરલાઇન્સ કંપનીઓની અધોગતિ કેમ?

પ્રાઇવેટ એરલાઇન્સ આવવી અને તેની બરબાદી થવી, તેમની આપેલી લોન ડૂબી જવી અને પછી બેન્કો તબાહ થવી એક મોટી કહાની છે. ભારતમાં એરલાઇન્સ સેવામાં ઉદારીકરણ સાથે આ સેક્ટર ખૂબ ઝડપથી આગળ વધ્યું. આ સેક્ટરમાં ઉદારીકરણનો એ સિદ્ધાંત પર આધારિત હતો કે તેનાથી નવી વિમાન સેવાઓ બજારમાં આવશે અને ભાડા સસ્તા થશે. ભાડા સસ્તા થવાના કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થશે. તેનાથી આર્થિક વિકાસ થશે અને મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. જેમાં કોઇ સંદેહ નથી કે યોજના અનુસાર, હવાઇ મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી છે. આ સેક્ટરના ઉદારીકરણના શરૂઆતના વર્ષોમાં જોઇએ તો નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આંકડાઓ અનુસાર, 1998-99માં હવાઇ મુસાફરોની સંખ્યા 2.32 કરોડ હતી. આ સંખ્યા 2006-07માં વધીને 6.09 કરોડ પર પહોંચી ગઇ છે. એટલે કે એક દાયકાના ઓછા સમયમાં મુસાફરોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી ગઇ છે.

ભારત જ્યારે ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યો હતો તો દેશના નાના શહેરોને વિમાન સેવાઓ જોડવાની યોજના બની છે. મનમોહન સિંહના કાર્યકાળમાં સરકારે 2020 સુધી નાના એરપોર્ટ બનાવવાની યોજના તૈયાર કરી હતી. એવો અંદાજ હતો કે તે સમય સુધીમાં મુસાફરોની સંખ્યા વધીને 30 કરોડ થઇ જશે. આ યોજનાને મોદી સરકારે આગળ ચલાવી હતી. મોદીએ પોતે કહ્યુ હતુ કે, હવાઇ ચંપલ પહેરનારા હવે વિમાનમાં મુસાફરી કરી શકશે. ઉડે દેશ કા આમ નાગરિક યોજના હેઠળ સરકાર નાના શહેરો જોડવાની યોજના બનાવી અને તેનો ખૂબ પ્રચાર કર્યો હતો.

પ્રાઇવેટ ક્ષેત્રની અનેક વિમાન કંપનીઓએ દેશમાં પ્રવેશ કર્યો છે પરંતુ ધીરે ધીરે આ ક્ષેત્ર અવ્યવસ્થાનો શિકાર બની ગયો અને હરિફાઇ બાદ જે સ્થિરતા આવવી જોઇતી હતી તે આવી નહીં. કિંગફિશર અંગે માનવામાં આવે છે કે તે ઝડપથી વિસ્તાર અને ટિકિટની કિંમતોની સિસ્ટમ વ્યાવહારિક ન હોવાના કારણે ડૂબી ગઇ છે. એર ઇન્ડિયા અંગે કહેવામાં આવે છે કે કંપની મોંઘી પેઇન્ટિંગ ખરીદવા જેવા ફાલતુ ખર્ચ અને મિસમેનેજમેન્ટમાં બરબાર થઇ ગઇ છે. જેટ એરવેઝની કિંમતોના જંગમાં હારી ગઇ. ઇન્ડિગો એરલાઇન્સ સપ્ટેમ્બર 2018ના પૂર્ણ ત્રિમાસિક ગાળામાં ખોટ ઉઠાવનારી કંપનીઓના ક્લબમાં સામેલ થઇ ગઇ છે અને તેની ખોટ 652 કરોડ રૂપિયા છે. ભારતના એવિયેશન ક્ષેત્રની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે તેના પાછળનુ કારણ નીચે જણાવ્યામાંથી એક હોઇ શકે છે.

SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાના લેવડ-દેવડ પર હવે નહીં લાગે ચાર્જ

આર્થિક મંદી

કિંગફિશર એરલાઇન્સની પડતી એ સમયે શરૂ થઇ હતી જ્યારે દેશમાં આર્થિક મંદી હતી. લોકોની ભાડા ચૂકવવા માટેની ક્ષમતા ઓછી થઇ રહી હતી. તો 2005માં કંપનીની શરૂઆત કરનારી કિંગ ફિશર એરલાઇન્સ સ્થાનિક બજારમાંઇન્ટરનેશનલ સ્તરનું આતિથ્ય કરવાની કવાયત કરી રહી હતી. આજે પણ હાલત સારા નથી. દેશમાં બેરોજગારી ચાર દાયકામા સૌથી ઉપર છે.

એફએમસીજી ક્ષેત્રમાં મંદી છે. ગ્રામીણ વિસ્તારોમાં કારોબારમાં મંદી છે. વાહન ક્ષેત્રમાં બિઝનેસ ખૂબ સુસ્ત છે અને કારો અને ટુ-વ્હીલર્સનું વેચાણ ઘટ્યું છે. એવી સ્થિતિમાં લોકોની ચૂકવણીની ક્ષમતા કમજોર છે. તેની અસર એરલાઇન્સ ક્ષેત્ર પર પડવી સ્વાભાવિક છે. ખાસ કરીને નાના શહેરોમાં વિમાન મુસાફરો ઓછા મળે છે જેના કારણે એરલાઇન્સ કંપનીઓ નાના એરક્રાફ્ટનો ઉપયોગ કરવો પડે છે અને તેનો ખર્ચ વધે છે.

વિમાન ઇંધણનો વધતો બોજ

હવાઇ સેવાઓના સંચાલનમાં વિમાન ઇંધણની ભૂમિકા મહત્વની છે. સ્થિતિ યહ છે કે વિમાન કંપનીઓ ઇંધણનો ખર્ચ મુસાફરોને બતાવવા લાગી છે. કુલ સંચાલન ખર્ચમાં સામાન્ય વિમાન ઇંધણની હિસ્સેદારી લગભગ 40 ટકા હોય છે. ભારતમાં 2019માં વિમાન ઇંધણની કિંમતોમાં 8.15 ટકાનો વધારો થયો છે. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં વિમાન ઇંધણની કિંમતો વૈશ્વિક કિંમતોની તુલનામાં 35થી 40 ટકા વધુ રહે છે. ઇપીડબલ્યૂ અનુસાર, વિમાન ઇંધણની કિંમતો વધુ હોવી વિમાન કંપનીઓની ખરાબ આર્થિક હાલતનું પ્રમુખ કારણ છે. વિવિધ રાજ્યોએ વિમાન ઇંધણ પર 20થી લઇને 30 ટકા સુધી ટેક્સ લગાવ્યો છે. બજારમાં પ્રતિસ્પર્ધાને જોતા કંપનીઓના ખર્ચમાં ઘટાડો કરી રહી છે અને કર્મચારીઓના ભથ્થાઓ ઓછા કરી રહી છે. ખાણીપીણી પર આવનારા ખર્ચને પણ ઘટાડવામાં આવી રહ્યું છે.

જોકે, વિમાન ઇંધણની ઉંચી કિંમતોથી તાજેતરમાં જ રાહત મળી છે. એક જૂલાઇના રોજ વિમાન ઇંધણની કિંમતોમાં 5.8 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ અનુસાર, ઇન્ટરનેશનલ સ્તર પર ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતોના કારણથી આ પગલા ભરાયા છે. આ પ્રકારે વિમાન ઇંધણની કિંમતો પોતાના ચાર વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. દિલ્હીમાં એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમતોમાં 3806 રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ 61,200 પ્રતિ કિલોલીટર પર આવી ગયો છે.

આક્રમક નીતિ અને વધતી હરિફાઇ

તેજીથી વધી રહેલા ભારતીય બજાર પર કબજો જમાવવા માટે વિમાન કંપનીઓ પરસ્પર ગળાકાપ સ્પર્ધા કરી રહી છે. જીઆર ગોપીનાથે ભારતની પ્રથમ ઓછા ભાડાવાળી વિમાન સેવા કંપની એર ડેક્કનની શરૂઆત કરી હતી. જે ખોટમાં જતી રહી. જોકે, તેનો મોટો ગ્રાહક આધાર હતો. વિસ્તારવાદી રણનીતિ હેઠળ કિંગફિશર એરલાઇન્સે 2007માં તેને ખરીદી લીધી હતી. જે પોતે જ ખોટમાં જતી રહી હતી. આ રીતે સહારાએ વિમાન સેવામાં પ્રવેશ કર્યો હતો. તે પણ વેચાઇ ચૂકી છે.

સરકારનું વલણ

ભારત સરકારે અનેક અવસર પર એ સ્વીકાર કર્યું છે કે લોકતાંત્રીકરણ એટલે કે વધુને વધુ લોકોનું હવાઇ મુસાફરી કરવા અને વધુ કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધાના કારણે ઉડ્ડયન ક્ષેત્રને મદદ મળશે. જ્યારે એરલાઇન્સ ક્ષેત્રને અનુશાસનનું પાલન કરવું પડશે ત્યારે તે આગળ વધી શકે છે. વિમાન કંપનીઓએ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યુ અને ભાડામાં વધારો પણ થયો, જો સરકાર આ ક્ષેત્ર પર નિયંત્રણ રહે છે જેનાથી સામાજિક સેવા થઇ શકે છે તો તેનો બોજ સરકારે ઉઠાવવો પડશે. એ જ રીતે જો લોકોને સસ્તા વિમાની સેવાઓ આપવી છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને તેનો બોજ ઉઠાવવો પડશે. ઇપીડબલ્યુની શોધપત્રમાં એર ઇન્ડિયાના પૂર્વ ચેરમેન રૂસી મોદીએ કહ્યું કે, એર ઇન્ડિયા એટલા માટે ફાયદામાં નથી કારણ કે સરકાર તેના બોર્ડને યોગ્ય દિશામાં મેનેજ કરવા નથી દેતી.