Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીનું ‘વૈભવી’ પ્લેન બોઇંગ 777, જુઓ અંદરની તસવીર

PM મોદીનું ‘વૈભવી’ પ્લેન બોઇંગ 777, જુઓ અંદરની તસવીર

0
486

નવી દિલ્હી: બોઇંગ 777 (Air India One) એકવાર ઇંધણ ભર્યા પછી અમેરિકા સુધીની લાંબી હવાઇ યાત્રા ખેડી શકે છે. આ વિમાનનું સંચાલન એર ઇન્ડિયા નહીં પરંતુ એરફોર્સ કરશે. રિપોર્ટ મુજબ તેનું કૉલ સાઇન એરફોર્સ-વન રાખી શકાય છે. વિમાનમાં કલર અને સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વૈભવી સુવિધાથી સજ્જ છે એર ઇન્ડિયા વન

પીએમ મોદીના સ્પેશિયલ પ્લેનની અંદરની સુવિધા પણ ખાસ છે. આ તસવીર પ્લેનની અંદર બેસવાની વ્યવસ્થા સ્પષ્ટ દેખાઇ રહી છે.

આ પણ વાંચો: હવે સ્માર્ટ ફોન થઇ જશે મોંઘા, ડિસ્પ્લે આયાત પર 10% ડ્યૂટી નંખાઇ

બેસવા માટે આરામદાયક સીટ

પીએમના વિશેષ પ્લેનની અંદર બેસવા માટે આરામદાયક સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે પીએમ વિદેશ યાત્રા પર જાય છે ત્યારે લાંબી યાત્રા ખેડવાની હોય છે. એવામાં સીટ ખૂબજ આરામદાયક હોવી જોઇએ.

આ પણ વાંચો: શિવરાજ સિંહનો હુંકારઃ MPમાં iifa નહીં યોજાય, આ ‘તમાશો’ મને પસંદ નથી

પ્લેનની અંદર મીટિંગ રૂમ

પ્લેનની અંદર મીટિંગ રૂમ શાનદાર છે. ત્યાં બેસી પીએમ મોદી મીટિંગ કરી શકે છે. બોઇંગ-777માં જે રંગનો ઉપયોગ થયો છે, તેમાં સફેદ, આછા વાદળી અને નારંગી રંગનો ઉપયોગ થયો છે. આછા વાદળી અને સફેદ રંગનો ઉપયોગ વધુ થયો છે.

પીએમના પ્લેનની વધુ એક તસવીર જુઓ

આ પ્લેનને એરફોર્સર્ન પાયલટ ઊડાડશે. એવામાં બે વિમાન ખરીદવામાં આવ્યા છે અને તેની કિંમત લગભગ 8458 કરોડ રૂપિયા છે.

35,000 ફૂટની ઉંચાઈ પર 1,013 કિલોમીટર પ્રતિ કલાક રફ્તાર

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ વિમાનમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ વિમાનના આગળના ભાગમાં ઝામર લાગેલા છે જે દુશ્મનના રડાર સિગ્નલને જામ કરી દે છે. તેના પર મિસાઇલ હુમલાની પણ અસર નહીં થાય.