Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દારૂના નશામાં યુવકે રૂમમાં સુતી એર હોસ્ટેસની શારીરીક છેડતી કરી

દારૂના નશામાં યુવકે રૂમમાં સુતી એર હોસ્ટેસની શારીરીક છેડતી કરી

0
62
  • રૂમ પાર્ટનર અને તેના મિત્રો દારૂ પીને ઘરમાં ધમાલ કરતા હતા

  • ચાંદખેડા પોલીસે એક યુવતી સહિત 4 વ્યક્તિના સામે ગુનો નોંધ્યો

અમદાવાદ: ચાંદખેડામાં એક 25 વર્ષીય એર હોસ્ટેસ બીજી ત્રણ એરહોસ્ટેસ સાથે રહેતી હતી. જેમાં એક એરહોસ્ટેસ તેના મિત્રોને બોલાવી દારૂ તથા અન્ય નશા કરી ધમાલ મસ્તી કરી રહ્યા હોવાથી યુવતીએ સમજાવ્યા હતા. જો કે આ લોકો સમજતા ન હોવાથી યુવતી તેના રૂમમાં જઈને સુઈ ગઈ ત્યારે એક યુવક તેના રૂમમાં જઈ યુવતીની બાજુમાં સુઈ જઈ શારીરીક અડપલા કરી બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ અન્ય મિત્રોને કહેતા તેઓ પણ ધાકધમકી આપવા લાગ્યા હતા. જેથી યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 4 લોકોના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી હતી.

મુળ પંજાબની 25 વર્ષીય યુવતી હાલ ચાંદખેડામાં છ મહિનાથી ત્રણ એર હોસ્ટેસ યુવતીઓ સાથે રૂપ પાર્ટનરમાં રહે છે. યુવતી એરપોર્ટ ખાતે સ્પાઈટ જેટ એરલાઈન્સમાં એરહોસ્ટે તરીકે નોકરી કરે છે. યુવતીની રૂમ પાર્ટનરના મિત્રો તેના ઘરે આવ્યા હતા. જેથી આ અંગે યુવતીએ રૂમ પાર્ટનરને પુછતાં તમામ લોકો મળવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું.

એક દિવસ યુવતી ફ્લાઈટ હોવાથી જયપુર ગઈ હતી અને બાદમાં અમદાવાદ પરત આવી પોતાને ઘરે ગઈ ત્યારે રૂમ પાર્ટનર અને તેના મિત્રો ઘરમાં દારૂ તથા અન્ય પ્રકારના નશા કરી ધમાલ મસ્તી કરતા હતા. જો કે યુવતીએ આ લોકોને સમજાવતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી યુવતી તેના રૂમમાં જઈને સુઈ ગઈ હતી.

આ દરમિયાન રૂમ પાર્ટનર યુવતીનો મિત્ર મયંક 25 વર્ષીય યુવતીના રૂમમાં આવીને યુવતીની બાજુમાં જઈને સુઈ ગયો અને શરીરે સ્પર્શ કરીને અભદ્ર માંગણીઓ કરવા લાગ્યો હતો. જેથી ગંભરાયેલી યુવતી રૂમની બહાર દોડી આવી અને રૂમ પાર્ટનર અને તેના મિત્રોને આ અંગેની ફરીયાદ કરી ત્યારે આ લોકો ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા. જેથી યુવતીએ ચાંદખેડા પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જેથી ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચતા યુવતીએ પ્રિયંકા, શુભમ શેરાવત, મયંક શેરાવત અને નીતીશ નામના શખ્સો સામે છેડતી, ધમકી સહિતની ફરિયાદ નોંધી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat