Gujarat Exclusive > દેશ-વિદેશ > કોઇ પણ બહારની શક્તિને અમારી સીમામાં ઘુસવા નહી દેવામાં આવે- એર ચીફ માર્શલ વીઆર ચૌધરી

કોઇ પણ બહારની શક્તિને અમારી સીમામાં ઘુસવા નહી દેવામાં આવે- એર ચીફ માર્શલ વીઆર ચૌધરી

0
79

નવી દિલ્હી: આજે ભારતીય વાયુસેનાની 89મી વર્ષગાંઠ પ્રસંગે ગાઝિયાબાદના હિંડન એરબેસ પર વાયુસેના 1971ના યુદ્ધમાં ભારત-પાકિસ્તાનની યુદ્ધની વિજયગાથાને દર્શાવશે. આ વર્ષે ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય વાયુસેના આ વખતે વિજય વર્ષ તરીકે મનાવી રહી છે. 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ પરેડમાં 1971ના યુદ્ધમાં સામેલ સ્થળ અને લોકોને સંબોધિત કૉલ સાઇન સાથે ફૉર્મેશન સામેલ થશે. આ પ્રસંગે રાફેલ, એલસીએ તેજસ, જગુઆર, મિગ-29 અને મિરાજ 2000 લડાકુ વિમાનોને એક સાથે ઉડાન ભરતા જોવામાં આવશે.

વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીએ પરેડને સંબોધિત કરી હતી. વીઆર ચૌધરીએ કહ્યુ કે કોવિડના સમયે ભારતીય વાયુસેનાએ ઘણુ સારૂ કામ કર્યુ છે. વર્તમાન સમયમાં ઘણા પડકાર વધતા જઇ રહ્યા છે. કોઇ પણ બહારની શક્તિને અમારી સીમામાં ઘુસવા દેવામાં નહી આવે.

ભારતીય વાયુસેનામાં ઝડપથી બદલાવ

વાયુસેના દિવસ પર વાયુસેના પ્રમુખે કહ્યુ કે વાર ફાયટિંગ મોડ બદલાઇ રહ્યો છે. એવામાં ભારતીય વાયુસેનાએ પણ ઝડપથી બદલાવ કર્યો છે. અમે આત્મનિર્ભર ભારત તરફ વધી રહ્યા છીએ જ્યા ભારતમાં બનેલી ટેકનિકના સહારે હાઇટેક પ્રોજેક્ટ બની રહ્યા છે. આપણે ઓપરેશનલ ટ્રેનિંગને ડિઝિટલી બદલવાની છે.

1961થી આપવામાં આવી રહ્યા છે વાયુસેના મેડલ

વાયુસેના મેડલ એક ભારતીય સેન્ય સમ્માન છે, જેને સામાન્ય શાંતિ કાળમાં ઉલ્લેખનીય સેવા માટે આપવામાં આવે છે. આ સમ્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે. વાયુસેના મેડલની સ્થાપના 17 જૂન 1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી અને 1961થી સમ્માન આપવામાં આવે છે. આ સમ્માન 2 કેટેગરીમાં, વીરતા અને સમર્પણ માટે આપવામાં આવે છે. એક વાયુસેના મેડલ (વીરતા) અને બીજુ વાયુસેના મેડલ (કર્તવ્ય પ્રત્યે સમર્પણ) માટે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વાયુસેના દિવસ પર ટ્વીટ કર્યુ, “આ અદમ્ય દળની 89મી વર્ષગાંઠ પર તમામ ઇન્ડિયન એરફોર્સ કર્મીઓ, તેમના પરિવારોને શુભેચ્છા, આપણે પડકારનો પુરી તત્પરતા સાથે સામનો કરવા અને રાષ્ટ્રની સેવામાં દ્રઢ રહેવા માટે પોતાના વાયુસૈનિકો પર ગર્વ છે.

આ પણ વાંચો: અરૂણાચલમાં આમને-સામને આવ્યા ભારત-ચીનના સૈનિક, LAC પર 200 ચીની સૈનિકોને જવાનોએ રોક્યા

પીએમ મોદીએ પણ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાને શુભેચ્છા આપતા ટ્વીટ કર્યુ અને લખ્યુ, “વાયુસેના દિવસ પર આપણા વાયુ યૌદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા. ભારતીય વાયુ સેના સાહસ, પરિશ્રમ અને વ્યવસાયિકતાનો પર્યાય છે, તેમણે પડકાર દરમિયાન દેશની સુરક્ષા કરવા અને પોતાની માનવીય ભાવનાના માધ્યમથી ખુદને પ્રતિષ્ઠિત કર્યા છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat