અમદાવાદ મહાનગર પાલિકાના 21 સીટો પર ચૂંટણી લડનાર અસદદુદિન ઓવેસીની AIMIM પાર્ટીનો જમાલપુર અને મક્તમપુરામાં 3 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ સાથે કોંગ્રેસનો હાર થતા કોંગી કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
જમાલપુર વોર્ડમાં AIMIMના અફસાના બાનું ચીશતીને 17,851, બીના પરમારને 15,217 મત,મુસ્તાક ખાદીવાલા 17,480 અને રફિક શેખ 14,359 ભવ્ય મતોથી વિજય થયા છે. આ સાથે મક્તમપુરા વોર્ડમાં પણ AIMIMના 3 ઉમેદવારો વિજય થતા લોકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ જમાલપુરમાં AIMIM ના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડી લોકો વિજયની ઉજવણી પણ કરતા જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે મકતપુરા વોર્ડમાં પણ અત્યારના સમયમાં AIMIMના 3 ઉમેદવારોનો વિજય થયો છે. AIMIMના મકતમપુરા વોર્ડમાંથી જેનબબીબી શેખ, મોહંમદ જુબેર અબ્દુલમજીદખાન પઠાણ, સુહાના મનસુરીનો વિજય થયો છે. જ્યારે એક બેઠક પરથી કોંગ્રેસના હાજી અસરારબેગ સકુરબેગ મિરઝાનો વિજય થયો છે. બહેરામપુરા વોર્ડમાંથી AIMIMના ઉમેદવારો સામે કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. જ્યારે ખાડીયા વોર્ડમાં કોંગ્રેસ અને AIMIM વચ્ચે મત વિભાજીત થતા ભાજપને ફાયદો થયો હતો.
AIMIM ગોમતીપુર વોર્ડમાંથી પણ ચૂંટણી લડી રહી છે, જોકે હજી આ બેઠક પરથી પરિણામ સ્વરૂપમાં કઈક સ્પષ્ટ નથી. મત-ગણતરીની કામગીરી ચાલુ છે. ઓવેસી આજે ગુજરાતની મુલાકાતે છે અને મોડાસા – ગોધરામાં જનસભાને સંબોધશે.