Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > AIMIM મૌલવીઓને સહારે, પરંતુ શું ઉલેમાઓને મુસ્લિમોની પરવા છે?

AIMIM મૌલવીઓને સહારે, પરંતુ શું ઉલેમાઓને મુસ્લિમોની પરવા છે?

0
289

અભિષેક પાન્ડેય, અમદાવાદઃ સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો જીતના દાવા સાથે ચૂંટણી દોડાદોડીમાં લાગી ગયા છે. ગુજરાતમાં લાંબા સમય બાદ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કેજરીવાલની ‘આપ’ અને અસદુદ્દીનની પાર્ટી AIMIM પણ મેદાનમાં પોતાની તાકાત દેખાડી રહી છે.   AIMIM tolerates Maulvi 

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલાં જ્યાં એક બાજુ જમીની હકીકતને સમજવાની કોશીશ કરી રહ્યી છે. બુથ લેવલે કામ કરી સ્થાનિક મુદ્દા અને સ્થાનિક લોકોની પરેશાની સમજવાનો પ્રયાસ કરી રહ્યી છે. ત્યાં બીજી બાજુ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી મુસ્લિમ ઉલેમાઓને સહારે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરતી દેખાય છે.

ઉલેમાઓને ઓવૈસીની પાર્ટીથી મતલબ કે મુસ્લિમોની સમસ્યા ઉકેલવામાં

એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે પાર્ટીએ અત્યાર સુધી ગુજરાતમાં પોતાની સ્થાનિક બોડીની રચના જ કરી નથી. પાર્ટીના અધ્યક્ષ અને નેતા હવે ગુજરાતમાં મૌલાના અને મૌલવીઓ પાસે સમર્થન માગી રહ્યા છે. જેના સહારે તેઓ પોતાની રાજકીય સ્થતિ મજબૂત કરવાના પ્રયાસમાં છે. તેથી એ સવાલ થઇ રહ્યો છે કે અમદાવાદના મૌલવીઓને માત્ર ઓવૈસી અને તેમની પાર્ટીથી મતલબ છે કે મુસ્લિમો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેના ઉકેલમાં છે.

ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત સાથે જ AIMIM અંગે મુસ્લિમ યુવાઓમાં ખાસ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કાલની જ વાત કરીએ તો અરાવલ્લી જિલ્લાના મોડાસામાં 50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તા AIMIMમાં જોડાઇ ગયા. કોંગ્રેસનું ગઢ મનાતા મોડાસામાં પહેલી વખત ઓવૈસીની પાર્ટી ગાબડુ પાડવામાં સફળ થઇ છે. AIM IM tolerates Maulvi 

મોડાસામાં મુસ્લિમ મતો ત્રણ પક્ષોમાં વહેંચાઇ શકે

જો મોડાસાની વાત કરવામાં આવે તો મોડાસા નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષોથી ભાજપનું શાસન છે. મોડાસામાં મુસ્લિમોની સંખ્યા વધુ હોવાને કારણે આ વખતે જ્યાં મુસ્લિમ વોટ કોંગ્રેસ, AIMIM અને આપમાં વહેંચાઇ જશે. તેથી ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં એકતરફી જવાની સંભાવના છે.

માહિતી એવી પણ મળી રહી છે કે અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાનમાં તેઓ અમદાવાદના રિવર ફ્રન્ટ પર એક વિશાળ જનસભા સંબોધિત કરવાના છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યા મુજબ પહેલા આ સભા ખાનપુરના જેપી ચોકમાં થવાની હતી. પરંતુ પાર્ટીને મોટી સંખ્યામાં લોકોની હાજરીની આશા હોવાથી સભા રિવરફ્રન્ટ પર નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભરુચનો પ્રવાસ પણ કરશે. જ્યાં તેમની પાર્ટી છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે ચૂંટણી લડી રહી છે.  AIMIM tolerates Maulvi 

આ પણ વાંચો: ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં મુસ્લિમોને કઇ રીતે ત્રીજો રાજકીય વિકલ્પ આપશે?

ખરો ખેલ રાતમાં ખેલાશે

આ બધા કરતા વાસ્તવિક ખેલ તો રાત્રે શરૂ થશે. જ્યારે અસદુદ્દીન ઓવૈસી ગુજરાતના ઉલેમાઓ ઉપરાંત હાલમાં કોંગ્રેસથી અસંતુષ્ટ તેના દિગ્ગજ નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ ઓવૈસીના આગમન બાદ કોંગ્રેસના ઘણા નેતા AIMIMમાં જોડાઇ શકે છે. આ દિગ્ગજ નેતા અત્યારે એ વાત પર અડેલા છે કે ઓવૈસીના આવ્યા પછી જ પાર્ટીમાં જોડાશે.

રિપોર્ટ્સની માનવામાં આવે તો ગુજરાતમાં AIMIM અંગે માહોલ જામતો દેખાઇ રહ્યો છે.પાર્ટી જે લોકોના ભરોસે ગુજરાતમાં રાજનીતિ ચમકાવવાની કોશીશ કરી રહી છે, તેઓ તો સક્રીય દેખાઇ રહ્યા છે. પરંતુ જો અસદુદ્દીન ગુજરાતનો પ્રવાસ કરી જનસભાઓ સંબોધિત કરશે તો સ્પષ્ટ છે કે તેઓ મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ ભડકાવી પોતાની રાજકીય તાકાત મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.

તેથી જોવાનું એ રસપ્રદ રહેશે કે જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા, જેઓ જમાલપુરમાં જ ગુમનામ છે. શું તેઓ AIMIMને ગુજરાતમાં ત્રીજો મોરચો બનાવવામાં સફળ થઇ શકશે?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From GujaratFollow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat