Gujarat Exclusive > ગુજરાત > AIMIMએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી છીનવી સત્તા

AIMIMએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી છીનવી સત્તા

0
256

ગોધરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભલે મોટાભાગની નગરપાલિકા પર કબજો જમાવ્યો હોય પરંતુ પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા પર ભાજપે સત્તા ગુમાવવી પડી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ મેળવી છે.

ગોધરા નગરપાલિકામાં 44 બેઠક છે જેમાંથી ભાજપ પાસે 18, AIMIM પાસે 7, કોંગ્રેસ પાસે 1, અપક્ષના 18 ઉમેદવાર જીત્યા હતા. ગોધરા નગરપાલિકામાં સંજય સોની પ્રમુખ બનશે.

અપક્ષ 17 કોર્પોરેટરમાં 5 હિન્દૂ કોર્પોરેટર પણ સામેલ છે જેમણે ઓવૈસીની પાર્ટીનું સમર્થન કર્યુ છે. સાંસદ ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં પોતાની જોરદાર શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં AIMIMના 7 કોર્પોરેટર જીતીને આવ્યા હતા જ્યારે ગોધરા તથા મોડાસા નગરપાલિકામાં AIMIMને સારૂ સમર્થન મળ્યુ છે.

આ પણ વાંચો: ભાજપના શાસનકાળમાં રાજયનું દેવું આશરે 6 ટકા જેટલું ઘટયું હોવાનો નાણાંમંત્રીનો દાવો

ગોધરા નગરપાલિકાના સભ્યોની સંખ્યા 44 છે તથા નગરપાલિકાની સત્તા મેળવવા માટે 23 કોર્પોરેટરની જરૂર હોય છે. AIMIMને અહી 24 કોર્પોરેટરનું સમર્થન મળ્યુ છે. ગોધરામાં આ પહેલા ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી પરંતુ AIMIMએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. મહત્વપૂર્ણ છે કે ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 7 ઉમેદવાર જીત્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat