Gujarat Exclusive > ગુજરાત > મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી, 12માંથી 9 બેઠક પર મેળવી જીત

મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી, 12માંથી 9 બેઠક પર મેળવી જીત

0
113

મોડાસા: ગુજરાતમાં મહાનગરપાલિકામાં 7 બેઠક જીત્યા પછી અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ મોડાસા નગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ઓવૈસીની પાર્ટીએ મોડાસા નગરપાલિકામાં 12 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 9 બેઠક જીતી લીધી છે. AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે. કોંગ્રેસ પાસેથી આ પદ છીનવાઇ ગયુ છે.

મોડાસામાં 36 બેઠકમાંથી AIMIMને 9 બેઠક મળી

મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી કબજો કર્યો હતો. મોડાસામાં છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. મોડાસા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક છે. મોડાસામાં વોર્ડ નંબર 7 અને 8માં પુરી પેનલ તેમજ વોર્ડ નંબર 6માં AIMIM એક બેઠક જીતવામાં સફળ રહી હતી.વોર્ડ નંબર 6માં 3 કોંગ્રેસ અને 1 AIMIMની જીત થઇ હતી.

આ પણ વાંચો: ગુજરાતની જનતાએ વીણી વીણીને કોંગ્રેસનો સફાયો કર્યો- CM રૂપાણી

અમદાવાદ મહાનગરપાલિકામાં પણ AIMIMને 7 બેઠક મળી હતી

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 21 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 7 બેઠક પર જીત મેળવી હતી. જમાલપુર વોર્ડમાં પુરી પેનલ તેમજ મક્તમપુરા વોર્ડમાં 3 ઉમેદવાર જીત્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat