નવી દિલ્હી: દિલ્હીમાં આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)નું સર્વર છઠ્ઠા દિવસે પણ ડાઉન રહ્યુ હતુ જેને કારણે દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો અનુસાર, સર્વર હાઇજેક કરનારા હેકર્સે ક્રિપ્ટોકરન્સીમાં 200 કરોડની માંગ કરી છે. કહેવામાં આવે છે કે હેકર્સની આ માંગ એક મેલ દ્વારા એમ્સ મોકલવામાં આવી છે. સાથે જ હેકર્સે ધમકી આપી છે કે માંગ પુરી ના થવા પર સર્વર બરાબર નહી કરે અને તે ડાઉન જ રહેશે.
દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ કડીથી કડી જોડીને હેકર્સના કૉલર સુધી પહોચવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ પોલીસ ધમકીભરેલા મેલના આઇપી એડ્રેસને પણ ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે. કર્મચારીઓને જૂના જમાનાની જેમ દર્દીનું કામ કરવા માટે કાગળ-પેનનો સહારો લેવો પડ્યો હતો. સાઇબર સુરક્ષા હુમલાના ડર વચ્ચે ઇમરજન્સી અને સામાન્ય સેવા, પ્રયોગશાળા વગેરેનું કામ કાગળ-પેનની મદદથી થઇ રહ્યુ છે, તેમણે જણાવ્યુ કે NIA પણ આ તપાસમાં સામેલ થયુ છે.
એમ્સમાં સામાન્ય લોકોથી લઇને દેશના ટોપ વીવીઆઇપીની સારવાર થઇ છે. જો તેમના કેસ હિસ્ટ્રી પણ ડિજિટલ રહી છે અને તે સાઇબર હુમલાખોરના હાથમાં લાગી તો તે ડેટાનો કોઇ પણ રીતે દુરઉપયોગ કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ, કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેટલાક મોટા વીવીઆઇપી એમ્સમાં દાખલ રહ્યા છે, આ સિવાય કેન્દ્રીય સુરક્ષા દળના અધિકારી અને જવાનોની સારવાર પણ એમ્સમાં થતી રહે છે.
AIIMS સર્વરનું ક્રિપ્ટો કનેક્શન
દિલ્હીની એમ્સ (AIIMS)નું સર્વર ઠપ પડેલુ છે. ઇ-હૉસ્પિટલ સર્વર ડાઉન થવાને કારણે ઓપીડી સહિત કેટલીક સેવા પ્રભાવિત થઇ છે. સાઇબર હુમલા બાદ તેને હેક કરનારાઓએ 200 કરોડની ક્રિપ્ટોકરન્સીની માંગ કરી છે.