Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ‘કોવિડ માટે કોઈ પણ વૅક્સિન 100% કારગર નહીં, બેદરકારી ના દાખવશો’

‘કોવિડ માટે કોઈ પણ વૅક્સિન 100% કારગર નહીં, બેદરકારી ના દાખવશો’

0
70

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના વધતા જતાં કેસ અંગે દિલ્હી સ્થિત AIIMSના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ (Dr Randeep Guleria) મોટી વાત કહી છે. તેમનું કહેવું છે કે, આપણે યાદ રાખવું પડશે કે, કોઈ પણ વૅક્સિન 100 ટકા કારગર નથી. વૅક્સિન લીધા પછી પણ તમે સંક્રમિત થઈ શકો છો, પરંતુ આપણા શરીરમાં રહેલી એન્ટી બૉડી વાઈરસને વધવા નહીં દે અને તમે ગંભીરરૂપે બીમાર થતા બચી જશો.

ડૉ ગુલેરિયાએ (Dr Randeep Guleria) કોરોના સંક્રમિતોની સંખ્યામાં અચાનક થયેલા વધારા પાછળ અનેક કારણોને જવાબદાર ઠેરવ્યા છે. જેમાં બે મુખ્ય કારણોસર સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેમના મતે કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો થવા પાછળ પ્રથમ કારણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વૅક્સિનેશન શરૂ થયું અને નવા કેસો ઘટતા ગયા, ત્યારે લોકો બેફિકર બની ગયા. લોકોએ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું પણ બંધ કરી દીધુ. બીજુ કારણ એ છે કે, વાઈરસ મ્યૂટેટ થયો અને વધારે ઝડપથી ફેલાવા લાગ્યો. સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પણ દબાણ વધ્યું છે. આપણે હોસ્પિટલોમાં બેડની સંખ્યા સતત વધારતા રહેવું પડશે. આપણે જલ્દી સંક્રમણ પર કાબૂ મેળવવો પડશે.

આ પણ વાંચો:  કોરોનાનું હોટસ્પોટ બન્યું અમદાવાદ, 24 કલાકમાં 3200થી વધુ પોઝિટિવ કેસ

કોરોના વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આ સ્થિતિ પર ડૉ ગુલેરિયાએ (Dr Randeep Guleria) વૅક્સિનને લઈને સામાન્ય લોકોનો ભ્રમ દૂર કર્યો. તેમણે જણાવ્યું કે, આપણે યાદ રાખવું પડશે કે, કોઈ પણ વૅક્સિન 100 ટકા કારગ નથી. તમે સંક્રમિત થઈ શકો છો, પરંતુ આપણા શરીરમાં રહેલા એન્ટીબોડી વાઈરસને વધવા નહી દે અને તમે ગંભીર રુપે બીમાર નહીં થાવ. કોરોના વિરોધી રસી આપણને સંક્રમણથી નથી બચાવતી, તમે સંક્રમિત થઈ શકો છો પરંતુ મૃત્યુની આશંકા ઘણી ઓછી થઈ જાય છે.

કોવિડ વૅક્સિન કોઈ સોલ્યૂશન નથી, આ એક હથિયાર છે. આ સિવાય એક મોટું હથિયાર છે, તે છે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું. વૅક્સિન ઉપરાંત આપણે અનેક બાબતો પર ધ્યાન આપવું પડશે. જો આપણે વૅક્સિન લઈ લઈએ તો પણ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. જેમ-જેમ વાઈરસ બદલાશે, તેમ-તેમ આપણે વૅક્સિન બદલવી પણ પડે. જો કોઈ પણ વેરિઅન્ટ આવે અને તેનાથી બચવું હોય તો માસ્ક પહેરીને જ બચી શકાશે.

AIIMS ડિરેક્ટરે (Dr Randeep Guleria) ચૂંટણી સભાઓ અને ધાર્મિક ગતિવિધીઓમાં પણ કોરોના નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, આ એવો સમય છે, જ્યારે દેશભરમાં તમામ ધાર્મિક ગતિવિધિઓ થાય છે અને ચૂંટણીઓ પણ ચાલી રહી છે. આપણે સમજવાની જરૂર છે કે, લોકોની જિંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે આના પર પણ કામ કરવું જરૂરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat