નવી દિલ્હી: અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ના ફેકલ્ટી એસોસિએશન ઓફ એમ્સએ AIIMS દિલ્હીનું નામ બદલવાના પ્રસ્તાવ પર ચિંતા વ્યક્ત કરી છે, તેમણે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં દિલ્હી સહિત દેશના 23 AIIMSના નામ સ્થાનિક નાયક, સ્વતંત્રતા સેનાની અને વિસ્તારની ઐતિહાસિક ઘટનાઓ અથવા સ્મારકના નામ પર રાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
Advertisement
Advertisement
AIIMS દિલ્હીનું નામ બદલવાથી સંસ્થાની ઓળખ ખતમ થઇ જશે- FAIMS
મનસુખ માંડવિયાને મોકલવામાં આવેલા પત્રમાં FAIMSએ કહ્યુ કે AIIMS દિલ્હી તબીબી શિક્ષણ, અનુસંધાન અને દર્દીની દેખરેખના મિશન સાથે 1956માં સ્થાપિત કરવામાં આવી હતી અને આ નામ સાથે એક ઓળખ જોડાયેલી છે. એસોસિએશન અનુસાર, જો નામ બદલવામાં આવ્યુ તો દેશ-વિદેશમાં સંસ્થાની ઓળખ ખતમ થઇ જશે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આ કારણ છે કે જાણીતી સંસ્થાનું નામ વર્ષોથી એક જ રહ્યુ છે જેમ ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ અને હાવર્ડ યૂનિવર્સિટી.
FAIMSએ પોતાના સભ્યોને પત્ર લખીને આ મામલે વિચાર માંગ્યા
કેટલાક અઠવાડિયા પહેલા FAIMSએ પોતાના તમામ સભ્યોને પત્ર લખ્યો હતો અને આ મામલે વિચાર રજૂ કરવા કહ્યુ હતુ. જવાબમાં સભ્યોએ AIIMS દિલ્હીનું નામ બદલવાની આ ચર્ચાનો વિરોધ કર્યો છે.FAIMSએ પત્રમાં કહ્યુ કે જો પ્રસ્તાવ સ્વીકાર કરી લેવામાં આવે છે તો તેનાથી પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાની ઓળખને મોટુ નુકસાન થશે અને મનોબળ પણ તૂટશે. અંતમાં કહેવામાં આવ્યુ છે, “FAIMS તમને અનુરોધ કરે છે કે કૃપયા AIIMS દિલ્હીનું નામ બદલવાના કોઇ પ્રસ્તાવ પર વિચાર ના કરો.
NIRF રેન્કિંગ 2022માં AIIMS દિલ્હીને મળ્યુ છે પ્રથમ સ્થાન
AIIMS દેશની સૌથી સારી સરકારી મેડિકલ કૉલેજનું ગ્રુપ છે.
આ સંસ્થા મેડિકલ વિસ્તારમાં શિક્ષણ માટે જાણીતી છે, તેની અંતર્ગત 42થી પણ વધારે મેડિકલ કોર્સ આવે છે.
AIIMSને ભારતમાં સારવારની સાથે જ આ સંસ્થામાં દર્દીઓની દેખરેખ કરવા માટે નર્સોને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે
AIIMS દિલ્હીને નેશનલ ઇંસ્ટીટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગ 2022માં પ્રથમ સ્થાન મળ્યુ હતુ.
મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) હેઠળ છ નવી AIIMS- પટણા, રાયપુર, ભોપાલ, ભૂવનેશ્વર, જોધપુર અને ઋષિકેશને પ્રથમ તબક્કામાં મંજૂરી આપવામાં આવી હતી અને તેનું સંચાલન પુરી રીતે શરૂ થઇ ગયુ છે. બીજી તરફ 2015 અને 2022 વચ્ચે સ્થાપિત 16 AIIMSમાંથી 10 સંસ્થામાં MBBS અને OPDની સેવા શરૂ કરવામાં આવી છે જ્યારે અન્ય બેમાં માત્ર MBBS શરૂ કરવામાં આવ્યુ છે.
Advertisement