Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના પ્રિયાંકે પરેશાનીને પરાસ્ત કરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 8 મહિના બાદ મેરેથોનમાં દોડ્યો

અમદાવાદના પ્રિયાંકે પરેશાનીને પરાસ્ત કરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 8 મહિના બાદ મેરેથોનમાં દોડ્યો

0
302

ગુજરાતના 39 વર્ષના પ્રિયાંક દિક્ષિતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 8 મહિના બાદ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો,. જેમાં 56 મિનિટમાં 5 કિ.મી.નું અંતર પૂર્ણ કરી લીધુ હતું. જો કે ડોકટરે એક વર્ષ સુધી કોઈ મોટી પ્રવૃત્તિ ના કરવાની સલાહ આપી હતી.

પ્રિયાંક જણાવ્યું હતું કે, જ્યારે મારું હૃદય ફક્ત 20 ટકા જ કામ કરી શકતું હતું, ત્યારે ચાર પગલાં ચાલવું પણ મુશકેલ હતું. એ સમયે આત્મહત્યા કરવા જેવા વિચારો આવતા હતા, પરંતુ આ મેરેથોનને પુરા કર્યા પછી મારામાં આત્મવિશ્વાસ આવી ગયું છે. ખાનગી બેંકમાં ઝોનલ એચઆર હેડ ધરાવતો પ્રિયાંક અમદાવાદના ચાંદખેડામાં રહે છે.

હૃદય માત્ર 20 ટકા કામ કરતું હતુ ત્યારે ઈપ્લાન્ટ કરાવ્યું હતું
પ્રિયાંકે જણાવ્યું કે, 2010માં તેને પહેલીવાર શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે તે ડોકટર પાસે ગયો, ત્યારે તેને જાણ થઈ કે તેને હાર્ટ-એટેક આવ્યો છે. ગુડગાંવની ખાનગી હોસ્પિટલમાં 2012માં સીઆરટીડી ડિવાઇસ ઈપ્લાન્ટ કરાવ્યું હતું. જે બાદ પણ હૃદય 18 થી 20% કામ કરી રહ્યું હતું. તે પછી મે 2018માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતુ.

તાજેતરમાં એક ખાનગી સંસ્થાએ મેરેથોનનું આયોજન કર્યું હતું.આમાં પ્રિયાંકએ પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરવા અને લોકોને જાગરુત કરવા અને પોતાને સાબિત કરવા મેરેથોનમાં ભાગ લીધો હતો. પ્રિયાંક જણાવ્યું કે, તે મુસાફરી અને રમતગમત પ્રત્યે ઉત્સાહી છે. મેરેથોન ઉપરાંત ફૂટબોલ-ટેનિસ પણ જિલ્લા કક્ષાએ રમી ચૂકયા છે

ઉન્નાવ અકસ્માત: અખિલેશ યાદવ અને કોંગ્રેસે CBI તપાસની માંગ કરી