ગાંધીનગર: પાકિસ્તાનની એજન્સીઓ દ્વારા 1994માં ધરપકડ કરાયેલા એક ભારતીય વ્યક્તિને જાસૂસીના આરોપમાં કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. આશરે 28 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં બંધ રહ્યા બાદ આ વ્યક્તિ ભારત પરત ફર્યો છે. 59 વર્ષીય કુલદીપ યાદવને ગત અઠવાડિયે જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે છોડી મુક્યો હતો.
Advertisement
Advertisement
પાકિસ્તાને કુલદીપની ધરપકડ કરી
અમદાવાદની સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી અને એલએલબી કોર્સ કર્યા બાદ કુલદીપ 1991માં નોકરી શોધી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ તેમણે દેશ માટે કામ કરવાના પ્રસ્તાવ સાથે સંપર્ક કર્યો હતો. કુલદીપે જણાવ્યુ કે 1992માં તેને પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આશરે 2 વર્ષ પછી તેને જૂન 1994માં પરત ફરવાની યોજના બનાવી હતી પરંતુ વતન પરત ફર્યા પહેલા જ કુલદીપની પાકિસ્તાની એજન્સીએ ધરપકડ કરી હતી અને એક કોર્ટમાં રજૂ કર્યો હતો.
કુલદીપે જેલમાં સરબજીત સાથે કરી મુલાકાત
કુલદીપ અનુસાર, આશરે 2 વર્ષ સુધી વિવિધ એજન્સીઓએ તેની પૂછપરછ કરી હતી. કુલદીપે કહ્યુ કે 1996માં પાકિસ્તાનની કોર્ટે તેને જાસૂસીના આરોપમાં આજીવન કેદની સજા સંભળાવી હતી, જે બાદ કુલદીપને લાહોરની સિવિલ સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યો હતો. કુલદીપે જણાવ્યુ કે આ દરમિયાન તેને સ્વર્ગીય સરબજીતને મળવાની તક મળી હતી. જેલ અધિકારી દર 15 દિવસે અમારી વચ્ચે બેઠકની વ્યવસ્થા કરાવતા હતા. સરબજીતના મોત સુધઈ પાકિસ્તાની અને ભારતીય કેદી એક જ બેરેકમાં રહેતા હતા.
કુલદીપે સરકાર પાસે કરી માંગ
કુલદીપે કહ્યુ કે ગત અઠવાડિયે ભારતીય અધિકારી અને તેના ભાઇએ વતન પરત ફરતા તેમનું સ્વાગત કર્યુ હતુ, તેમણે કહ્યુ કે 30 વર્ષ દેશની સેવા કર્યા બાદ આજે હું પોતાના નાના ભાઇ દિલીપ અને બહેન રેખા પર જ નિર્ભર છુ. સરકાર દ્વારા સેવા નિવૃત સૈનિકોને વળતર આપવુ જોઇએ. જો મને ખેતીની જમીન, પેન્શન અને ઘર માટે જમીન આપવામાં આવે તો મારૂ જીવન ફરીથી બની શકે છે. 59 વર્ષની ઉંમરમાં કોઇ મને નોકરીએ નહી રાખે. હું નાગરિકોને અપીલ કરૂ છુ કે તે આગળ આવે અને સામાજિક અને આર્થિક રીતે સમર્થન આપે.
Advertisement