Gujarat Exclusive > ગુજરાત > માસ્ક વગર ફરતા અમદાવાદીઓએ એક જ દિવસમાં 22.20 લાખનો દંડ ભર્યો

માસ્ક વગર ફરતા અમદાવાદીઓએ એક જ દિવસમાં 22.20 લાખનો દંડ ભર્યો

0
75

અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણની બીજી લહેર બેકાબુ બની ગઇ છે. માસ્ક વગર ફરતા લોકો સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં માસ્ક વગર ફરતા એક જ દિવસમાં પોલીસે 2220 લોકોને દંડ ફટકાર્યો છે. આ લોકો પાસેથી પોલીસે 22.20 લાખ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે.

કોરોનાની મહામારીથી બચવા માટે હાલમાં કામ વગર ઘરની બહાર ન નીકળવું અને જો બહાર નીકળવું જરૂરી હોય તો માસ્ક ફરજિયાત પહેરવા પોલીસે શહેરીજનોને અપીલ કરી છે. આ સાથે પોલીસે શહેરીજનોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા હાથ વારંવાર ધોવા સહિતની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.

કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ ગાઇડલાઇનનો પોલીસ કડક અમલ કરાવી રહી છે. જે અનુસાર સોમવારે એક જ દિવસમાં પોલીસે માસ્ક પહેર્યા વગર ફરતા 2220 લોકોને પકડીને 22.20 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. ઉપરાંત અમદાવાદમાં ઓક્સિજન સપ્લાય કરતા તમામ યુનિટ પર પણ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં 380 પોલીસ કર્મચારી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે જાન્યુઆરી 2021થી આજ દિન સુધીમાં કોરોનાને કારણે 3 પોલીસ કર્મચારીના મોત થયા છે.

આ પણ વાંચો: ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવું છે -CM રૂપાણી

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ

અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4693 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આ મહામારીને કારણે વધુ 22 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થતા 4608 દર્દીઓને ડીસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણને રોકવા માટે એક જ દિવસમાં 15411 લોકોનું રસીકરણ પણ કરવામાં આવ્યુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat