Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ₹130 કરોડ ખર્ચીને અમદાવાદ પોતાના અનેક દુ:ખ દર્દો અને સમસ્યાઓ છૂપાવીને ટ્રમ્પને કહેશે વેલકમ

₹130 કરોડ ખર્ચીને અમદાવાદ પોતાના અનેક દુ:ખ દર્દો અને સમસ્યાઓ છૂપાવીને ટ્રમ્પને કહેશે વેલકમ

0
876

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થાય તે પહેલા જ સરકારે બધી જ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોની કાયાપલટ કરી નાખવામાં આવી છે. જોકે, અમે તમને બતાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના એમાય ખાસ કરીને અમદાવાદમાં થોડા જ કલાકો વિતાવવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદ શહેરની મોટાભાગનું પોલીસ તંત્ર ખડે પગે તૈયાર છે. જ્યારે એએમસીએ અમદાવાદના કેટલાક વિસ્તારને નવી દુલ્હનની જેમ શણગારી માર્યું છે.

એવામાં પ્રશ્ન તે થાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 210 મીનિટ માટે અમદાવાદમાં આવે છે, તો તેમના માટે રાતો-રાત પ્રશાસન શહેરને સુંદર, સ્વચ્છ અને સુરક્ષિત બનાવી નાખે છે. તો શું સરકારે ટેક્સ ભર્યા છતાં હાલાકીમાં જીવન પ્રસાર કરતા નાગરિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ નહીં? બીજેપીની સરકાર પાછલા 27 વર્ષથી ગુજરાત પર રાજ કરી રહી છે, પરંતુ પ્રથમ વખતે એવું બન્યું છે કે, તેને અમદાવાદના કોઈ વિસ્તારને તાડબતોડ આટલી ઝડપી કાયાપલટ કરી નાખ્યું હોય. પોતાની સત્તા દરમિયાન બીજેપીએ સામાન્ય નાગરિકો માટે આટલી ઝડપી નહીં પરંતુ ધીમે-ધીમે વિકાશના કાર્યો કર્યા હોત તો પણ ગુજરાતમાં અત્યાર જે દોઢ કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન પ્રસાર કરી રહ્યાં છે, તે પરિસ્થિતિ ઉદ્દભવી ના હોત.

સરકાર ધારે તો બધુ જ કરી શકે છે, તેનો ઉત્તમ ઉદાહરણ સરકારે પોતે જ ટ્રમ્પના આગમનની તૈયારીમાં 130 કરોડ રૂપિયા ખર્ચ કરીને પૂરો પાડ્યો છે. જ્યા થઇને ટ્રમ્પ પસાર થવાના છે, તે બધા જ રસ્તાઓને અમેરિકાના રસ્તાઓ જેવા બનાવી દીધા છે. પરંતુ સરકારને અમદાવાદના અન્ય વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી, મેન રસ્તાઓ ઉપર જ મોટા-મોટા ખાડાઓ, પીવાના પાણીની સમસ્યા, ગટરની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ દેખાતી નથી. દરેક મોર્ચે સરકાર જનતા પાસેથી ટેક્સ વસૂલી રહી છે. અમદાવાદમાં ગાડી કે બાઈક પાર્કિંગ કરવી હોય તો પણ પૈસા ચૂકવવા પડે છે. પાણી વેરો-ઘર વેરો અનેક વેરા ભર્યા છતાં લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાથી સરકાર વંચિત રાખી રહી છે.

બીજી તરફ શહેરમાં કુલ 2580 કિ.મી.નું રોડનું નેટવર્ક છે જે પૈકી 95 કિ.મી.ના રોડ કાચા છે. અમદાવાદ શહેરના ગટરના નેટવર્કની વાત કરીએ તો, વર્ષ 2015-16માં શહેરમાં ગટરનું નેટવર્કની લંબાઇ 2560 કિ.મી. હતી. જે 2019-20માં વધીને માંડ 2600 કિ.મી.ની આસપાસ થઇ છે. શહેરમાં માત્ર 29 સુએજ પમ્પિંગ સ્ટેશનો છે જે ઓછા છે જેથી શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ગટરો બેક મારવાની સમસ્યા યથાવત છે. તેવામાં મોટેરા અને તેની આસપાસના 18 રોડ તથા ઈન્ટરનલ રોડને રિસરફેસ કરવા પાછળ 50 કરોડ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સરકાર હજું પણ સામાન્ય નાગરિકોના જીવન ધોરણને ઉંચા લાવવા માટે વિચારી રહી નથી. ટ્રમ્પની વિઝીટના રૂટ પર નવી ફૂટપાથ, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તે ડફનાળા સુધી ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેના પાછળ 35 થી 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જો આટલા પૈસા ઉપરોક્ત સમસ્યામાંથી એકમાં નાખ્યો હોત તો પણ તે ઉકેલાઈ ગઈ હોત.

આજે પણ શહેરના 90 ટકા વિસ્તારમાં જ ડ્રેનેજ નેટવર્ક પહોંચ્યું છે. 10 ટકા વિસ્તાર એવો છે જ્યાં ડ્રેનેજ નેટવર્ક નથી. શહેરના સરખેજ, દાણીલીમડા, રામોલ સહિતના કેટલાય વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી પાણીનું નેટવર્ક પહોંચ્યું નથી. આજે પણ અહીં ટેન્કરોથી પાણી પહોંચાડવું પડે છે. મહિલાઓએ આજે પણ સવારે ટેન્કરની રાહ જોવી પડે છે. આજેપણ ખુલ્લેઆમ પીપળજ, ગ્યાસપુર, સૈજપુર-ગોપાલપુર સહિતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેમિકલના પાણી સીધા નાળામાં ઠલવાય છે જ્યાંથી પાણી સીધા સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યાં છે. ઉપરોક્ત અનેક સમસ્યાઓ વર્ષોથી ચાલી આવી રહી છે પરંતુ સરકાર તેના પ્રત્યે ઉદાસીનતા દાખવી રહી છે. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પની વિઝીટના રૂટ માત્ર બ્યુટિફિકેશન માટે 3.70 કરોડ રૂપિયાના તો ફુલના કુંડા જ મૂકવામાં આવશે.

ગુજરાત મોડલ: ગરીબી દૂર કરવાની જગ્યાએ ગરીબોને છૂપાવી દેવાની નીતિ