અમદાવાદ શહેરના કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા થઈ હતી. હત્યા કરીને બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પરિણીતાની છેડતીની થયેલી ફરિયાદની તકરારમાં મૃતકને જાહેરમાં રહેંસી નાખવામાં આવ્યો હતો. કાલુપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતો. આરોપી સોહેલ ઉર્ફે બોબો લાલબાદશાહ અને સફાન ઉર્ફે લાલબાદશાહએ બહેનની છેડતીનો બદલો લેવા મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકની ધોળા દિવસે કરપીણ હત્યા કરી હતી.
ઘટનાની વાત કરીએ તો મૃતક મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકએ શાહપુરની એક પરિણીતાના ઘરમાં ઘૂસીને તેના કપડા ફાડીને છેડતી કરી હતી. જેથી પરિણીતાએ મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાક અને તેના મિત્ર સહેજાદખાન ઉર્ફે એસ.કે.ફિરોઝખાન પઠાણ વિરૂદ્ધ છેડતી તેમજ મારમારી અને ધમકીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદની અદાવત રાખીને મૃતકએ આરોપી સફાન અને સોહેલ સાથે તકરાર કરતા બન્ને આરોપીએ જાહેર રોડ પર છરીના ઘા ઝીકીને મુજફ્ફર હત્યા કરી દીધી હતી.
મૃતક મુજફ્ફર રીક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી આરોપીની બહેન સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. 22 ફેબ્રુઆરીના રોજ પરિણીતા તેના ઘરે બાળકો સાથે હાજર હતા ત્યારે મુજફ્ફર રીક્ષા લઇને આવ્યો અને ઘરમાં ઘુસી ગયો હતો સીધી પરિણીતાને બાથ ભીડી લીધી હતી.
અને તુ મને બહુ પસંદ છે તેમ કહીને બળજબરી કરવા લાગ્યો હતો. મુજ્ફ્ફરે પરિણીતાના કપડા ફાડી નાખ્યા હતા અને લાફા પણ માર્યા હતા. તેમજ ધમકી આપી હતી કે મારી જોડે સીધી રીતે સંબંધ નહી રાખે તો તારા પતિ અને ભાઈની હત્યા કરી નાખશે. જેથી આરોપીએ મુજ્ફ્ફરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. મુજ્ફ્ફરે જ્યારે સફાન સાથે તકરાર શરૂ કરી ત્યારે સોહેલ પહોંચીને હત્યા કરી દીધી હતી.
આરોપી સોહેલ વિરુદ્ધ ચેઇન સ્નેચિંગ, મારામારીના અનેક ગુના નોંધાયા છે. અને પાસા પણ કરવામાં આવી હતી. જ્યારે મૃતક મુજ્ફ્ફર વિરુદ્ધ પણ અપહરણ અને પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા બન્નેનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. હાલમાં કાલુપુર પોલીસે હત્યા કેસમાં સોહેલ અને સફાનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.