Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ચોકલેટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી ના ગાલ પર દુકાનદારે બચકું ભર્યું

અમદાવાદમાં ચોકલેટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી ના ગાલ પર દુકાનદારે બચકું ભર્યું

0
154

માતાએ પિતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ કરાતા વેપારીની કરાયેલી ધરપકડ

અમદાવાદઃ રખિયાલમાં ચોકલેટ લેવા દુકાન પર ગયેલી 8 વર્ષની બાળકીને દુકાનમાં ખેંચી લઈ હવસખોર વેપારીએ ગાલ પર બચકું (Ahmedabad-trader bite the girl on cheek) ભરી ઈજાઓ કરી હતી. ઘરે ગયેલી બાળકીના ગાલ પર ઈજા જોઈ માતાએ પૂછપરછ કરતા દુકાનદારની મેલીમુરાદની જાણ થઈ હતી. દુકાનદારે પુત્રી સાથે કરેલા કૃત્ય અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હવસખોર આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

રખિયાલ વિસ્તારના જુના બાપુનગર (Ahmedabad-trader bite the girl on cheek) ખાતે રહેતાં ઠંડા પીણાંના વેપારીએ આરોપી રજીએહમદ મોહંમદખાદીમ શેખ (ઉં, 55) રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રખિયાલ વિરુદ્ધ પુત્રી સાથે શારીરિક છેડછાડ અંગે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ પત્ની પ્રેમી સાથે ફરાર થઈ, પતિએ પ્રેમીના ભાઈના હાથ પગ તોડી નાંખ્યા

ફરિયાદ મુજબ (Ahmedabad-trader bite the girl on cheek) અમનભાઈ (નામ બદલ્યું છે)ની 8 વર્ષની પુત્રી ગુરુવારે બપોરે 2 થી 3 વાગ્યાના સુમારે અજીત મિલ ચાર રસ્તા પાસે રજી એહમદની દુકાને ચોકલેટ ખરીદવા માટે ગઈ હતી. ચોકલેટ લઈ ઘરે પરત ફરેલી બાળકીના ગાલ પર ઇજાના નિશાન જોઈ માતાએ પૂછપરછ કરતા પુત્રીએ દુકાનદારએ હાથ પકડી દુકાનમાં ખેંચી લઈ ગાલ પર બચકું ભર્યાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ BREAKING: ગિરનારના રોપવેના લોકાર્પણ પહેલા જ વિવાદઃ આમંત્રણ પત્રિકામાં સ્થાનિક સાંસદ અને મેયરનું નામ જ નહીં

હવસખોર દુકાનદારની (Ahmedabad-trader bite the girl on cheek) વ્હાલ કરવા પાછળની મેલી મુરાદ માસૂમ બાળકી તો ના સમજી શકી પણ માતા તરત જ સમજી ગઈ હતી. ઘરે આવેલા પતિ અમનભાઈને પત્નીએ પુત્રી સાથે બનેલા બનાવની જાણ કરી હતી. અમનભાઈએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.

હવસખોર વેપારી રજીએહમદને સ્થાનિક લોકોની મદદથી અમનભાઈએ પકડી પોલીસને સોંપ્યો હતો. રખિયાલ પોલીસે બનાવ અંગે અમનભાઈની ફરિયાદ આધારે આરોપી દુકાનદાર રજી એહમદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.