Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શહેરમાં કેસ ઘટાડવાનો કારસો: AMC દ્વારા ઉભા કરાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમ શોભાના ગાંઠિયા સમાન, કલાકમાં જ કીટ પુરી

શહેરમાં કેસ ઘટાડવાનો કારસો: AMC દ્વારા ઉભા કરાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમ શોભાના ગાંઠિયા સમાન, કલાકમાં જ કીટ પુરી

0
82

હાલ રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહી છે. શહેરમાં એએમસી દ્વારા લગાવવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જો કે, કેસ વધતા કીટો ખુટી પડી હોય તેવું દેખાઈ રહ્યું છે અને ટેસ્ટ કરાવવા માટે લોકો સતત ધક્કા પણ ખાતા દેખાઈ રહ્યા છે. જો કે, ડોમ પર બેઠેલી મેડિકલ ટીમ દ્વારા લોકોને 2 વાગ્યાનો સમય આપી રફુચક્કર થઈ જાય છે અને લોકો આપેલા સમય પ્રમાણે આવી લાઈન લગાડી ઉભા રહેતા જોવા મળે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી લોકોમાં વધી રહેલા કેસને કારણે ભારે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે એએમસી દ્વારા ફ્રીમાં લગાવવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. પરતું છેલ્લા બે દિવસથી એક કલાકમાં જ ટેસ્ટિંગ કીટ પુરી થઈ જતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. જો કે, કીટ પુરી થતા જ ડોમમાં બેસેલી ટીમ દ્વારા લોકોને 2 વાગ્યે બીજી કીટ આવશ તેમ જણાવવામાં આવે છે. જેથી 2 વાગ્યે લોકો ભર ઉનાળે લાઈનમાં ઉભા રહેતા હોય છે પરતું ટીમ ત્યાથી ગાયબ થઈ જતી હોય છે અને ડોમ ખાલી ખમ જોવા મળે છે. શહેરના ઘણા એવા ડોમ સવારે 11.0 પછી ખોલવામા આવે છે અને એક કલાકમાં જ કીટ પુરી થઈ જતી હોય છે. જો કે શહેરના ઘણા ડોમમાં ટીમ તો હાજર હતી પરતું ત્યા કીટ પુરી થઈ જતા લોકોને ધરમ ધક્કા ખાવા પડ્યા હતા. અમદાવાદમાં ભદ્ર, એલિસબ્રિજ, પાલડી, કોચરબ આશ્રમ, નારણપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ કિટ વિનાના હતા. તમામ જગ્યાએ સવારે શરૂઆતના એક થી દોઢ કલાકમાં જ કિટ પૂરી થઈ ગઈ હતી,

GMDC સ્થિત ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ થવા લોકોની લાબી લાઈન લાગી

ધન્વંતરિ હોસ્પિટલમાં સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગેલી છે. દર્દીના સગાઓ કરગરી રહ્યા છે. આ દરમિયાન એક રિક્ષા ચાલકે દર્દીને લઈને ત્યાં બેરીકેડ પર જ ચઢાવી દીધી. દર્દીઓના સ્વજનો 3 દિવસથી દર્દીને લઈને આમ-તેમ હોસ્પિટલમાં રઝળપાટ કરતાં હતાં. આમ છતાં બેડ ના મળતા દર્દીનાં પરિવારજનોનો ત્યાં બંદોબસ્તમાં રહેલી પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. દર્દીના સગાઓ અહીં હાથ જોડીને કગરી રહ્યા છે, પરતું તેમને દાખલ કરવામાં આવી રહ્યા નથી.

અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં માત્ર 207 જ બેડ ખાલી

શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. કોરોનાની આ લહેરમાં દર્દીઓને ઓક્સિજન બેડની વધારે જરૂર પડી રહી છે. જેથી શહેરમાં લગભગ બધી જ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ફૂલ છે. શહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને આઇસીયુ બેડના માત્ર 207 જ બેડ ખાલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં માત્ર 3 જ બેડ ખાલી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના 5 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને તેની સાથે મોતનો આંકડા પણ વધતો જોવા મળી રહ્યો છે. ગતરોજ રાજયમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં હતા અને મૃત્યુ પણ અમદાવાદમાં વધારે થયા છે. જેથી કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર દ્વારા ઘણા એવા નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં રાજયમાં 29 શહેરોમાં રાત્રિ કફર્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે અને કોઈને પણ કામ સિવાય બહાર ન નિકળવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ પ્રકારની દુકાનો,મોલ સહિત બંધ રાખવા માટની સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat