Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ

અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ

0
2406

મોરબીને ગુજરાતનું પેરિસ ગણવામાં આવે છે. અહી સીરામીકનો મોટા પાયે બિઝનેસ ઉભો છે. મોરબીના એક સીરામીક વ્યાપારી જે સુરતથી પોતાનો બિઝનેસ ઓપરેટ કરે છે. આ વ્યાપારીની 15 લાખના બિલિંગમાં સેન્ટ્ર્લ જીએસટી ગડબડ પકડી હતી. જેમાં 15 લાખના બિલ ગડબડની પેનલ્ટી 2.5 લાખ જેટલી થતી હતી.જોકે, આ વ્યાપારીને બ્લેકમેઇલ કરી સુરત તેમજ અમદાવાદના 4 ઓફિસરોએ 50 લાખથી વધુનો તોડ કરીને,વ્યાપારીનો ધંધો ભાંગી નાંખ્યો છે.2.5 લાખ પેનલ્ટી કેસમાં આ વ્યાપારીના ગોડાઉનને પણ સેન્ટ્રલ જીએસટી ઓફિસરોએ ડિસેમ્બર 2018થી સીલ કરી દીધી છે, જે પુરેપુરી ગેરકાયદેસર પ્રવૃતિ છે.

મળતી માહિતી મુજબ મોરબીના એક વ્યાપારી જે સુરતથી સીરામીકનો વ્યાપાર કરે છે. તે વ્યાપારીના બિલિંગમાં સુરત સેન્ટ્રલ જીએસટી વિભાગે 15 લાખ જેટલાની ગડબડ પકડી પાડી હતી. જે પછી સેન્ટ્રલ જીએસટીના ઓફિસરોએ વ્યાપારી સાથે ખેલ કરવાનું શરૂ કર્યુ હતું. સૌથી પહેલા સુરત સેન્ટ્રલ જીએસટીના એક સુપ્રિટેડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનરે પોતાના સીનિયર અધિકારીઓને સંજ્ઞાનમાં લાવ્યા સિવાય આ વ્યાપારીને શો કોઝ નોટિસ મોકલી. નોંધનિય છે કે, સેન્ટ્રલ જીએસટીના ઓફિસરોએ બેલેન્સ ડ્યૂટી ડિમાન્ડ વગર શો કોઝ નોટિસ વ્યાપારીને આપી દીધી હતી. વ્યાપારી હાલતની ગંભીરતા સમજીને પેનલ્ટી ભરવા રાજી થઇ ગયો હતો. પણ ઓફિસરોએ પેનલ્ટી લેવાની જગ્યાએ વ્યાપારીના ગોડાઉનને કાયદાકિય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વગર સીલ મારી દીધુ હતું. જે ગોડાઉન હાલ પુરતુ પણ સીલ છે.

વ્યાપારી ઉપર કોઇ અત્યાર સુધી કરવેરાનો કાયદા ભંગ કરવાનો કોઇ પણ રેકોર્ડ નથી અને જો વ્યાપારી પેનલ્ટી ભરવા રાજી હતો તો સતત આઠ મહિના સુધી ગોડાઉન સીલ કરી રાખવાનું કોઇ પણ નિયમ નથી. છતાંય સેન્ટ્રલ જીએસટીના ઓફિસરો પોતાની મનમાની કરતા ગોડાઉન સીલ રાખ્યુ અને વ્યાપારીના ધંધાને ભાંગી નાખ્યો.આ ઓફિસરો આટલે જ ના રોકાયા, તેઓ અમદાવાદ જીએસટીને પણ એટેચમેન્ટ મોકલ્યુ જેથી કરીને અમદાવાદ સેન્ટ્રલ જીએસટીના પ્રિવેર્ન્ટીવના એક સુપ્રિટેડન્ટ અને એક ઇંસ્પેક્ટર મળીને અમદાવાદમાં સીરામીક વ્યાપારીના જે ક્લાયન્ટ હતા તેમને ધાક ધમકી આપવાનું શરૂ કર્યુ અને ‘સુરતમાં મોરબીના સીરામીક વ્યાપારી સાથે ગેરકાયદેસર બિલિંગ કરવાનું સબંધ છે તમારૂ’. કહીને વસુલાત શરૂ કરી હતી. મળેલી માહિતી મુજબ, અમદાવાદ સેન્ટ્રલ જીએસટીના આ સુપ્રિટેડન્ટ અને ઇંસ્પેક્ટરે લગભગ 20-22 લોકો પાસેથી તોડ કર્યો છે.

અમદાવાદ અને સુરતના આ 4 ઓફિસરોએ મળીને આ વ્યાપારીનું જીવન અને ધંધો બન્ને બરબાદ કરી દીધો છે.આ સિચ્યુએશનમાં વ્યાપારીના જેટલા ક્લાયન્ટ છે તે દૂર થઇ રહ્યાં છે અને આ વાત બજારમાં ફેલાતા કોઇ ક્લાયટન્ટ આ વ્યાપારી સાથે ધંધો કરવા તૈયાર નથી અને ના તો ભવિષ્યમાં કોઇ તૈયાર થશે તેમ લાગી રહ્યું છે.

આ ઓફિસરો આજે પણ વ્યાપારી અને તેની સાથે જોડાયેલા ક્લાયન્ટને સતત બ્લેકમેઇલ કરી રહ્યાં છે અને તેમની પાસેથી વસુલી કરી રહ્યાં છે.જો, સેન્ટ્રલ જીએસટીના સીનિયર ઓફિસરો અને વીજીલન્સ તેમજ ડાયરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તો આવનાર દિવસોમાં બ્લેકમેઇલથી વસુલીના મોટા કૌભાંડ સેન્ટ્રલ જીએસટી અમદાવાદ તેમજ સુરતથી બહાર આવી શકે છે.

ભારત સરકારના 50 ટકા જેટલુ ધન છે આ કંપની પાસે, કરશે અંબાણીની કંપનીમાં ઐતિહાસિક રોકાણ