Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 57 કલાકનો કડકપણે કફર્યુંનો અમલ શરુ

અમદાવાદમાં 57 કલાકનો કડકપણે કફર્યુંનો અમલ શરુ

0
129

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતે 9 વાગ્યાથી કફર્યુંનો અમલ શરુ થઈ ગયો. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 વાગ્યે જ પોતાના ઘરે પહોંચવાની શરુઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ આજથી રાત્રિ કફર્યુંનો અમલ શરુ થઈ ગયો છે. પોલીસ લોકોને ઘરે પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી રહી છે. ત્યારે શહેરના તમામ રસ્તાઓ આજથી બે દિવસ સુધી સુમસામ જોવા મળશે. જો કે, આ અંગે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ અમદાવાદ સહિત સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કફર્યુંની જાહેરાત પણ કરી છે. આમ આવતીકાલથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના નવથી સવારના છ સુધીનો રાત્રિ કરફ્યુ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી જારી રહેશે. શુક્રવારે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા કરીને વિવિધ નિર્ણયો લેવાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, ઓટલે બેસનારને પણ પકડી લેવાશેઃ પોલીસ કમિશનર

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં હોવાનો નીતિન પટેલનો દાવો

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે તેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલોમાં બેડની સંખ્યા ખૂટી પડી હોવાની ચાલેલી વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમણે આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.તેની સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીત થવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ તેમ કહ્યુ હતુ. આ ઉપરાંત તેમણે 200 સભ્યોની લગ્ન સમારંભમાં છૂટ મળી છે તો દિવસના સમયમાં તેટલા સભ્યોને લઈને લગ્ન સમારંભ થઈ શકશે તેમ જણાવ્યું હતું.

બેડ ખૂટી પડ્યાના દાવાને ડેપ્યુટી સીએમે નકાર્યો

તેમણે બેડ ખૂટી પડ્યાના દાવાને નકારી કાઢ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડની વ્યવસ્થા છે. 1,200 પથારીની હોસ્પિટલમાં 971 દર્દીઓ દાખલ. સોલા સિવિલમાં હાલ 400 આઇસોલેશન અને 40 આઇસીયુ બેડ છે. સોલા સિવિલમાં 600 દર્દીઓ સામાન્ય ઓક્સિજનની સારવાર લઈ રહ્યો છે. આ સિવાય ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ ખાલી દોવાનો દાવો કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ તેમણે 120 આઇસીયુ બેડ ઉમેરાયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 1420 કેસ

તેની સાથે સોલા સિવિલમાં પણ બેડ વધારવાની સૂચના આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટમલાં હજી પણ 60 આઇસીયુ બેડ ખાલી હોવાનું કહેવાયું હતું. સોલા સિવિલમાં 270 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય સિવિલની કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે અલગ બેડ રાખવામાં આવ્યા છે અને કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે 160 બેડ અલગ રાખવામાં આવ્યા છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારાયા

અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 150 બેડ વધારવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓ માટે કુલ 600 બેડ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ જિલ્લામાં 21મી નવેમ્બરથી સર્વે અને ટેસ્ટિંગ વધારવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના કેસ વધતા સોલા સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારાયા

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ જણાવ્યું હતું કે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 450 બેડ છે તેની સંખ્યા વધારીને 600 કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હજી પણ વધારે જરૂર પડશે તો અન્ય બેડ વધારવાની તૈયારી પણ રખાઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 22 કેસ સામે આવતા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 3300ને પાર પહોંચી ગયા છે.