Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > અમદાવાદઃ South Zoneના વધુ 4 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં

અમદાવાદઃ South Zoneના વધુ 4 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં

0
131

વટવા ઉમંગ ફલેટના 128 મકાનના 500થી વધુ રહીશો કન્ટેન્મેન્ટ થયા

અમદાવાદઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા પ્રમાણમાં ઘટી રહી છે. ગુરુવારે South Zoneના સૌથી વધુ 4 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં. ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1278 નોંધાયો હતો.

અમદાવાદમાં પણ બુધવારની સરખામણીમાં બે કેસો ઘટીને આજે 169 નોંધાયા છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે. સરવાળે અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં તબક્કાવાર ઘટાડો નોંધાતો જાય છે.

આ પણ વાંચોઃ સમરસ કોવિડ સેન્ટરમાં વિદ્યાર્થીઓના રૂમના તાળા તૂટ્યા: વસ્તુઓ ચોરાઇ

ગુરુવારે અમદાવાદમાં સૌથી વધુ દક્ષિણ ઝોન (South Zone)ના ચાર વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા છે. બીજા સ્થાન પર પશ્ચિમ અમદાવાદના વિસ્તારો રહ્યાં છે. તેમાંય વટવાના ઉંમગ ફલેટના 128 મકાનોના 500થી વધુ રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે.

માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા 151 થઇ South Zone

અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 157 પર પહોંચ્યો હતો. તેમાં આજે 11 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 17 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 157 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.

જે પૈકી 17 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 11 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 157 વિસ્તારોમાંથી 17 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 140 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 11 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 151 પર પહોંચ્યો છે.

આ  પણ વાંચોઃ આનંદો : Gorakhpur Expressમાંથી આજે એકપણ પોઝિટિવ કેસ ન મળ્યો

ઉ. પશ્ચિમ ઝોન તથા દ. પશ્ચિમ ઝોનના બબ્બે વિસ્તાર

નવા જાહેર થયેલા વિસ્તારોમાં માત્ર દક્ષિણ ઝોન (South Zone)માં ચાર , તથા ઉત્તર પશ્ચિમ ઝોન તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના બબ્બે વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ખોખરા, વટવા, ઘોડાસર તથા ઘાટલોડિયા, ચાંદલોડિયા તથા જોધપુર અને સેટેલાઇટ વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે 9મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સરવેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરાશે તેમ AMCના હેલ્થ વિભાગે જણાવ્યું છે.