Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Video: શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં સંચાલક ભરત મહંતને નવરંગપુરા પોલીસ સ્ટેશન લવાયો

Video: શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં સંચાલક ભરત મહંતને નવરંગપુરા પોલીસ સ્ટેશન લવાયો

0
138

અમદાવાદ: નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 8 દર્દીના મોત મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

સવારથી હોસ્પિટલ સંચાલક ભરત મહંતની પૂછપરછ બાદ મોડી રાત્રે તેણે નવરંગપુરા લઈને પોલીસ ટીમ પહોંચી હતી.

આ કેસમાં દિવસભર મીટીંગ અને ચર્ચા વિચારણા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આજે ગુરુવારના રોજ અમદાવાદમાં નવરંગપુરા પાસે આવેલ શ્રેય હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે આગ ભભૂકી હતી.

આ આગમાં કોરોનાના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા.

આ પણ વાંચો: શ્રેય હોસ્પિટલ પાસે ફાયર NOC ના હોવાનો ઘટસ્ફોટ

નવરંપુરા પોલીસે તપાસમાં શ્રેય હોસ્પિટલ સામે તપાસ હાથ ધરતા તેમાં ચાર ટ્રસ્ટીઓના નામ સામે આવ્યા હતા, જેમાં ભરત મહંત, તરંગ પટેલ, કીર્તિપાલ વિસાણા અને ભાર્ગવ મહારાજા હોવાનું ખુલ્યું છે.

જેમાં બે ટ્રસ્ટીમાં એક કોરોના પોઝિટિવ અને બીજા કેન્સરની સારવાર લેતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે હાલમાં ભરત મહંતની પૂછપરછ શરૂ કરી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે, હોસ્પિટલ પાસે ફાયર એનઓસી(NOC) નથી, આ ઉપરાંત હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક વાયરિંગ કે અન્ય સાધનોનું મેઈન્ટેનન્સ થતું ન હોવાનું ધ્યાને આવ્યું છે.

જેના પગલે શોટ સર્કિટ થયું હોવું જોઈએ તેમ તપાસ અધિકારીઓ માને છે.

આમ ગંભીર બેદરકારીથી ભીષણ આગ લાગી હતી.

હોસ્પિટલના સત્તાવાળાઓએ ફાયર એનઓસીને લઈ બેદરકારી દાખવ્યાનુ સ્પષ્ટ થયું છે.

બીજી તરફ આગ ઓલવવા માટે 3 અગ્નિશામક ફાયર સીલિન્ડર હતા, આમ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો પણ ન હતા.

શ્રેય હોસ્પિટલમાં ભોગ બનેલા કમભાગી દર્દીઓના ડાબે (ઉપર)થી નામ

મનુભાઈ રામી

આયેશા તિરમીઝી

આરીફ અન્સારી

લીલાવતી શાહ

જ્યોતિ

નરેન્દ્ર શાહ

નવનીત શાહ

અરવિંદ ભાવસાર