Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ ગ્રામ્યના 4 તાલુકાઓમાં એક સપ્તાહથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

અમદાવાદ ગ્રામ્યના 4 તાલુકાઓમાં એક સપ્તાહથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

0
69

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા રવિવારે જારી કરાયેલા આંકડા પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં હવે કોરોનાના માત્ર 3 એક્ટિવ કેસ છે. અમદાવાદ ગ્રામ્યના 4 તાલુકાઓમાં પાછલા સપ્તાહ દરમિયાન કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આ આંકડામાં અમદાવાદ શહેરના કેસને સામેલ કરવામાં આવ્યા નથી.

અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધંધુકા, માંડલ અને ધોલેરા તાલુકામાં પાછલા એક સપ્તાહ દરમિયાન કોરોનાનો પણ નવો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ અમદાવાદ ગ્રામ્યમાં હોમ ક્વોરન્ટાઈન થયેલા લોકોની સંખ્યા માત્ર 220 છે.

અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 3995 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 43 ટકા કેસ સાણંદ અને ધોળકા તાલુકામાં નોંધાયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ અને ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 916 અને 824 નોંધાયો છે. દસક્રોઈમાં 557, બાવળામાં 490 કેસ નોંધાયા છે.. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 393, વિરમગામ 505, ધોલેરા 45 અને માંડલ તાલુકામાં 121 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનથી 60 દર્દીઓના મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો: રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓ નોંધાયા

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 24 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછા કોરોનાના કેસ ધોલેરા તાલુકામાં માત્ર 45 કેસ નોંધાયા છે.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ત્યારે 220 લોકો હોમ-ક્વોરન્ટાઈન છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તંત્ર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9