Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં બેકારીના કારણે લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી

અમદાવાદમાં બેકારીના કારણે લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી

0
116

અમદાવાદ: અમરાઈવાડીમાં રહેતો યુવક બેંકમાંથી પૈસા ઉપાડીને મણિનગર જવા રીક્ષામાં બેઠો હતો. ત્યારે રીક્ષા ચાલકે ફુટબોલ ગ્રાઉન્ડ પાસે રીક્ષા ઉભી રાખી યુવકને ધમકી આપી હતી અને યુવકના ખીસ્સામાંથી રૂ.20 હજારની લુંટ લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે અજાણ્યા રીક્ષા ચાલકના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

અમરાઈવાડીના ગાયત્રીનગરમાં રહેતા ડાહ્યાભાઈ બારોટ બુધવારે સવારના સમયે શટલ રીક્ષામાં બેસીને બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. બેંકમાથી પૈસા ઉપાડીને શટલ રીક્ષામાં બેસી આસ્ટોડીયા પાસે ઉતરી મણીનગર જવાની શટલ રીક્ષામાં બેસ્યા હતા. રીક્ષા ચાલકે રીક્ષા ગીતામંદિર ચાર રસ્તા થઈ ફુટબોલ ગ્રાઉન્ડ પાસેના સર્કલ પર રીક્ષા ઉભી રાખી હતી. બાદમાં અચાનક જ રીક્ષા ચાલકે ડાહ્યાભાઈનો કોલર પકડી પેન્ટના ખીસ્સામાં જે પૈસા હોય તે આપી દે અને જો બુમો પાડીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જો કે ડાહ્યાભાઈ રીક્ષા ચાલકને આજીજી કરવા લાગ્યા હતા. ત્યારે રીક્ષા ચાલકે ડાહ્યાભાઈના પેન્ટના ખીસ્સામાંથી જબરદસ્તી કરીને રૂ.20 હજારની લૂંટ કરીને રીક્ષામાંથી ડાહ્યાભાઈને નીચે નાખીને રીક્ષા લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે ડાહ્યાભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રીક્ષાચાલકના વિરુદ્ઘમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)