Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Railway Stationએ ટ્રેન યાત્રીઓના ટેસ્ટિંગમાં વધુ 18 પોઝિટિવ કેસ મળ્યા

Railway Stationએ ટ્રેન યાત્રીઓના ટેસ્ટિંગમાં વધુ 18 પોઝિટિવ કેસ મળ્યા

0
71
  • Railway Stationથી 12 દર્દીને કોવિડ કેર સેન્ટર મોકલાયા
  • રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ 11 કોરોના પોઝિટિવ મળ્યા

અમદાવાદઃ સોમવારે અમદાવાદ Railway Stationએ જુદી જુદી ટ્રેનોના મુસાફરોની સતત 15મા દિવસે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં કુલ 18 કોરોના પોઝિટિવના કેસો મળ્યા હતા. તેમાંથી 11 તો એક માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા.

Railway Station 1703 મુસાફરોના ટેસ્ટ કરાયા

રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેનોની સરખામણીમાં વધુ કેસો મળી રહ્યા છે. સોમવારે Railway Station 1703 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 18 કેસો મળી આવ્યા હતા. આ 18 કેસો પૈકીના 12 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના વોરિયર્સ 37 ડોકટરોએ Plazma તો, 33એ કર્યું રક્તદાન

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વિવિધ પગલાંઓ લીધા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતીય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરમાં પ્રવેશે તે પહેલાં Railway Stationએ ટેસ્ટ

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ  Railway Stationએ 1703 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા સત્ર પહેલાના ટેસ્ટિંગમાં છ વિધાનસભ્ય પોઝિટિવ

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન Railway Stationએ 1703 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 792 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 11 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનના 369 પ્રવાસીના ટેસ્ટ

ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 369 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 542 પ્રવાસીઓની ચકાસણીમાં 3 પોઝિટિવકેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1703 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 18 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.

આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના કેસો ઘટયા પણ અમદાવાદમાં વધ્યા, આજે 161 થયા